- સમુહ લગ્નમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તેમજ ડો.મનસુખભાઈ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહેશે
- દાતાઓનાં દાનથી દીકરીઓને પાનેતર, મંગલસુત્ર, સોનાની ચૂક, ચાંદીની પાયલ, ફ્રીજ, સોફા સહિતની 100થી વધુ વસ્તુઓ કરિયાવરમાં અપાશે
- સમુહ લગ્નની વિશેષ માહિતી આપવા યુનિટી ફાઉન્ડેશનના પ્રમુખ સહિતના આગેવાનોએ ‘અબતક્’ મીડિયા હાઉસની મુલાકાત લીધી
આજના સમયમાં પરિવારમાં લગ્ન પ્રસંગ પાર પાડવો મુશ્કેલ ભર્યો બની ગયો છે. લગ્ન અને તેની પરંપરા સાથે જોડાયેલી વિધિઓ ખર્ચાળ થઈ રહી છે. ત્યારે રાજકોટની સામાજીક સંસ્થા યુનિટી ફાઉન્ડેશને એક અદભૂત સેવા કાર્ય હાથમાં લીધું છે. યુનિટી ફાઉન્ડેાન દ્વારા 81 દીકરીઓનાં સમુહ લગ્નનું શનિવારે આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ યુનિટી કમીટીના આગેવાનો પ્રમુખ હરેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ વિજયભાઈ તોગડીયા, સેક્રેટરી જીલેશભાઈ કયાડા, સંયોજક રમેશભાઈ રીબડીયા, સહિતનાઓએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી અને સમુહ લગ્ન વિશે માહિતી આપી હતી.
પ્રમુખ હરેશ કાનાણીએ જણાવ્યું હતુ કે, બીજાનું ભલું કરવાના ઉદેશથી આવેલ વિચારનું સંગઠિત સ્વરૂપમાં મળીને કરવામાં આવે તો શું થઈ શકે તેનું આ ઉદાહરણ છે. વોકિંગમાં આવતા સુખી સંપન્ન મિત્રોએ સમાજ માટે કઇક કરવાની ઈચ્છા દર્શાવીઅને પોતાની કમાણી યોગ્ય જગ્યાએ વાપરવાનો વિચાર આવ્યો અને તેના આ વિચાર ના બીજમાં થી 81 દીકરીઓ ના સમૂહ-લગ્નનું વટવૃક્ષ બની ગયું . સમાજમાં વસતા ગરીબ અને માતા પિતા વિહોણી દીકરીના લગ્ન કરવાનું નકકી કરેલ શરૂઆતમાં 30 જેવી સંખ્યા નકકી કરેલ પરંતુ ત્યાર બાદ યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ભરભાઈ બોઘરા અને દાતાઑ અને યુનિટી મેમ્બર્સના અથાક પ્રયાસથી આ સ્વરૂપ મોટું અને ભવ્ય ધારણ કરી લીધું અને સર્વે સમાજની માતા પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓની સંખ્યા 81 પહોંચી ગઈ. યુનિટી ફાઉન્ડેશન દ્વારા રાજકોટની ધરતી ઉપર 81 દીકરીઓ સાથે સૌથી મોટી સંખ્યામાં જાજરમાન અને ભવ્ય સમૂહ લગ્નનું આયોજન તા.11/1/2025 ના રોજ 150 ફૂટ રીંગ રોડ, પરસાણા ચોક પાસે આવતા શનિવારએ કરવામાં આવશે. આ જાજરમાન લગ્નમાં કેન્દ્રીયમંત્રી સી આર પાટિલ તથા મનસુખભાઈ માંડવીય તેમજ દાતા દ્વારા ક્ધયાદાન આપવામાં આવશે.
જેમાં રાજકોટના તમામ સમાજના અગ્રણીઑનો દ્વારા આ શુંભકાર્યમાં સામેથી સહકાર મળ્યો અને દાતાઓ દ્વારા સામેથી દાનનો ધોધ વહીઓ. જયા જયા જરૂરિયાત ઊભી થઈ તેમાં સમાજના દરેક લોકોનો નાત જાત ભાત, જ્ઞાતી ભૂલીને સર્વે સમાજનો સામેથી સહયોગ મળ્યો તેમજ આવા કાર્ય માટે હર હમેશ સાથે છે તેવો કોલ પણ આપ્યો.
આજના આધુનિક સમયમાં દરેક બાપ ને પોતાની દીકરી ના લગ્ન જાજરમાન રીતે અને ખાસ રીતે કરવા ઈચ્છતા હોય છે પણ સમાજમાં દરેક વર્ગ જાજરમાન લગ્ન કરી શકવાને સક્ષમ હોતા નથી અને એમાં માં કે બાપ વિનાની દીકરી પોતાના સપના મનમાં જ રાખી મન મનાવતી હોય છે ત્યારે યુનિટી ફાઉન્ડેશન એક સારા વિચાર સાથે સમાજ ના તમામ વર્ગ માટે પ્રેરણારૂપ બની ગરીબ અને માતાપિતા વિહોણી દીકરીઓના સપનાના લગ્ન કરવાની એક નેમ સાથે સમૂહ લગ્નનું આયોજન કરાયું છે.એક અનાથ દીકરીનું ક્ધયાદાન કરવાથી એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે તે બાબતથી પ્રેરાઈને દાતાઓના દાનથી આ ભવ્ય સમૂહલગ્નમાં ક્ધયાઓને પાનેતર, મંગલસૂત્ર, સોનાની ચૂક, ચાંદીની પાયલ, સ્ટીલ કબાટ સેટી પલંગ,ફ્રિજ,સોફા, ટીપાઈ, સૂટકેસ વિગેરે 100 થી વધુ જીવનજરૂરી તમામ વસ્તુઓ કરિયાવર તેમજ સમૂહ લગ્ન માં આવનાર તમામ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા દાતાઓના સહયોગથી કરવામાં આવનાર છે.
આવતા વર્ષે 221 દીકરીઓનો સમુહ લગ્નનો લક્ષ્યાંક: હરેશભાઈ કાનાણી
યુનિટી ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ કાનાણીએ જણાવ્યુંં હતુ કે, આ પ્રથમ વર્ષ છે ત્યારે અમે સર્વજ્ઞાતિય 81 દીકરીઓના સમુહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ. વર્ષ દરમિયાન યુનિટી ફાઉન્ડેશન દ્વારા અનેક વિધ સામાજીક્ કાર્યો કરવામાં આવે છે. પરંતુ હવે પછી અમારો ઉદેશ આવતા વર્ષે 221 દીકરીઓનાં સમુહ લગ્ન જાજરમાન રીતે કરાવવા છે. તેના માટે પણ અમારી ટીમ અત્યારથી જ કટીબધ્ધ થઈ ગઈ છે.