વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને વર્ષ 2025 સુધીમાં પાંચ ટ્રીલીયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેને ચરિતાર્થ કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉદ્યોગોને ખૂબ સારી રીતે પ્રોત્સાહન પણ આપી રહ્યું છે ત્યારે ઉદ્યોગોના વિકાસમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ કરવાનું થાય તેમાં સિમેન્ટનો અહમ રોલ રહેતો હોય છે. સમગ્ર ભારત વર્ષની જો વાત કરવામાં આવે તો સિમેન્ટ ક્ષેત્રે ગણ્યા ખરા અંશે ક્રાંતિ સર્જાય છે તેમાં પણ જ્યારે યુનિટી સિમેન્ટની જો વાત કરીએ તો તેઓ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીના પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે સજ્જ થયા છે.
અદ્યતન સુવિધા અને ટેકનોલોજીના ઉપયોગથી યુનિટી સિમેન્ટે એક અલગ ઓળખ ઊભી કરી ભરોસો સ્થાપ્યો
યુનિટી સિમેન્ટ અંગે જો વાત કરવામાં આવે તો, યુનિટી સિમેન્ટની સ્થાપના પુનિત મોહનભાઈ ચોવટીયા (ચેરમેન અને એમ.ડી.) દ્વારા કરવામાં આવી છે. સિમેન્ટ ઉપરાંત, પીએમસી ગ્રુપ પાસે બાંધકામ ઉદ્યોગ અને અન્ય વ્યવસાયો છે . ટેકનોલોજીથી સુસજ્જ યુનિટી સિમેન્ટની સ્થાપના ડિસેમ્બર, 2023 માં કરવામાં આવી અને તેની વાર્ષિક ક્ષમતા 1.2 મિલીયન ટન છે. આ વિશાળ સિમેન્ટ પ્લાન્ટ પાટીદડ ગામ, ગોંડલ, રાજકોટ(ગુજરાત) ખાતે એફ.એલ. સ્મિથ, ડેન્માર્ક (વિશ્વની અગ્રણી સિમેન્ટ ટેકનોલોજી) સાથે અદ્યતન ટેકનોલોજી દ્વારા સ્થાપિત કરવામાં આવેલ છે.
નજીકના ભવિષ્યમાં યુનિટી સિમેન્ટ એમના વર્તમાન પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 1.8 મિલીયન ટન અને 2025 ના અંત સુધીમાં વાર્ષિક 2 મિલીયન ટનનો નવો પ્લાન્ટ સ્થાપવાની યોજનામાં કાર્યરત છે. પીએમસી ગૃપ સિમેન્ટની સાથે આરએમસી, ક્ધસ્ટ્રકશન કેમિકલ અને સોલાર પ્લાન્ટના બિઝનેશમાં પ્રસ્થાપિત થવાની યોજના રહ્યુ છે.
કંપનીની દ્રષ્ટી અને તેના મૂલ્યો
કંપનીના મૂલ્યો અને ભાવનાઓને એકીકૃત કરવાનો દ્રષ્ટીકોણ અને ગ્રાહકોને તેમના બાંધકામને અજોડ શક્તિ પ્રદાન કરવા માટે, યુનિટી સિમેન્ટ તથા તેના ઉત્પાદનો અને સેવાઓ સાથે બાંધકામ ઉદ્યોગમાં ટોચની બ્રાન્ડ બનવાના ધ્યેય સાથે શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા માટે આતુર છે. જેના માટે કંપની એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પાછળ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
યુનિટી સિમેન્ટનો મુખ્ય ધ્યેય
બાંધકામ ક્ષેત્રમાં એક દાયકાનો અનુભવ યુનિટી સિમેન્ટને શ્રેષ્ઠ ગુણવત્તા અને સારી સર્વિસ પુરી પાડવા માટેનું પ્રેરણા આપી રહી છે એટલુજ ખુબ જ ઓછા સમયમાં યુનિટી સિમેન્ટે પસંદગીની સિમેન્ટ બ્રાન્ડ બનવાનું ધ્યેય ધરાવે છે. તરફ હાલ જે વિકાસ દરેક બાજુએ જોવા મળી રહ્યો છે તે વિકાસમાં પણ સહભાગી થવા માટેનો ધ્યેય કંપનીએ નિર્ધારિત કર્યો છે.
યુનિટિ સિમેન્ટ નવા જમાનાની ગ્રીન સિમેન્ટ બજારમાં લાવી રહ્યું છે: પુનીતભાઈ ચોવટીયા (ચેરમેન એન્ડ મેનેજીંગ ડીરેક્ટર)
સરદારધામ આયોજીત જીપીબીએસ એકસ્પોમાં યુનિટિ સીમેન્ટ પ્લેટીનિયમ સ્પોન્સરશીપ આપી છે યુનિટિ સીમેન્ટના ચેરમેન કમ મેનેજીંગ ડાયરેકટર પુનિતભાઈ ચોવટીયા એ જણાવ્યું હતુ કે યુનિટિ સિમેન્ટ 21મી સદીની નવી સીમેન્ટ લઈ આવી રહ્યા છે નવા જમાનાની સિમેન્ટ છે.બજારમાં સીમેન્ટના પ્લાન્ટ ઘણા બધા છે પરંતુ યુનિટિ સિમેન્ટ કઈક અલગ એટલે અમારી સિમેન્ટ પ્લાન્ટ ઈકોફ્રેન્ડલી તેમજ પોલ્યુશન ફ્રી છે તેમજ અમો ગ્રીન સિમેન્ટ લઈ આવી રહ્યા છીએ. દેશના વિકાસમાં અમારી નવી સિમેન્ટ ભાગીદાર થયા અને ગુજરાતના વિકાસમાં ખૂબજ અગત્ય અને મહત્વનો ભાગ બની શકશે યુનિટિ સિમેન્ટ બજારમાં આગવું સ્થાન ધરાવશે.
પીપીસી
ફલાય એશની બહેતર
ગુણવત્તા સાથેનો મિશ્રીત સિમેન્ટ, યુનિટી પીપીસી સિમેન્ટ વધુ સારી ક્રોંક્રીટ ઘનતા, સુધારેલ ફિનિશિંગ અને ઊચ્ચ લાંબા ગાળાની મજબૂતાઈ ધરાવે છે, વિસમ હવામાન પરિસ્થિતિઓના સંપર્કમાં આવતા તમામ બાંધકામ માટે શ્રેષ્ઠ છે.
ઓપીસી
યુનિટી ઓપીસી 53 ગ્રેડ ઝડપી પ્રારંભિક સેટીંગ સમય અને ઊચ્ચ શકિત સાથે આવે છે. તે ઉચ્ચ ગતિ અને મિકેનાઈઝડ બાંધકામમાં ઉચ્ચ શકિતના ક્રોંક્રિટના તમામ એપ્લીકેશન માટે આદર્શ છે.
પીએસસી
બ્લાસ્ટ ફર્નેશ સ્લેગનો ઉપયોગ કરીને બનાવેલ, યુનિટી પીએસસી હાઈડ્રેશનની ઓછી ગરમી પ્રદાન કરે છે અને રાસાયણિક હુમલાઓ સામે સુધારેલ પ્રતિકાર અને તિરાડોની ઓછી વૃતિ પ્રદાન કરે છે, તે તમામ પ્રકારના બાંધકામ કાર્ય માટે આદર્શ અને શ્રેષ્ઠ સિમેન્ટ છે. હાલ જે રીતે સ્કાય સ્ક્રેપર બની રહ્યા છે અને અધ્યતન પ્રોજેક્ટ રાજકોટ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં આવી રહ્યા છે તેના માટે પી એસ સી સિમેન્ટ ખૂબ લાભદાયી નીવડશે.