૧,૪૫,૦૦૦ કરોડના ભંડોળ સાથે વિપ્રોના ચેરમેને બનાવ્યું વિશ્વનું સૌથી મોટું સેવા સંસ્થાન
આધુનિક યુગમાં વિશ્વ જયારે નાણા કમાવવા અને મળે ત્યાંથી સુખ, સંતોષ અને સમૃદ્ધિ મેળવી લેવાના હવાતિયાને આવડત ગણે છે અને માણસ સ્વ કેન્દ્રિય અને સ્વાર્થને યોગ્યતા ગણતો થયો છે ત્યારે હજુ પણ દુનિયામાં પારકા માટે કંઈક કરવાની ભાવના અને માનવતા જીવંત હોવાના માહોલ વચ્ચે આજે જયારે વેપારીઓ, ઉધોગપતિઓ પોતાની પુંજીમાં એક-એક રૂપિયો જમા કરવા માટે રાત-દિવસ કાર્યરત રહે છે અને જીંદગી કયારે પુરી થઈ જાય તે વિચારવાનો સમય પણ કાઢતા નથી તેવા યુગમાં આજે પણ દુનિયામાં દાનપુનનું મહત્વ ખુબ જ વધુ રહેલું છે.
ગુજરાતના ઉધોગપતિ અને વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ લોકસેવાના કાર્યો માટેનું ભંડોળ વધારી ૫૨,૭૫૦ કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. અઝીમ પ્રેમજીએ ૧,૦૫,૦૦૦ કરોડ ‚પિયાની સખાવટની પ્રતિબઘ્ધતાનો અમલ શરૂ કર્યો છે. બિલગેટસએ ૪૦ બિલિયન અમેરિકન ડોલર જયારે યોર્ડ ફાઉન્ડેશન અગાઉ ૧૨ બિલિયન ડોલરનું સખાવતી ટ્રસ્ટ ઉભું કર્યું હતું. અઝીમ પ્રેમજી વિશ્વના સખાવતી ધનપતિઓમાં તમામથી એક ડગલું આગળ નિકળી ગયા છે. ૭૩ વર્ષના અઝીમ પ્રેમજી એવા પ્રથમ ઉધોગપતિ છે કે જે બિલગેટસ અને વોરેન બફેટ જેવા અબજોપતિઓએ ૫૦ ટકાથી વધુની સંપતિ માનવ સેવાના કામોમાં વાપરવાનો નિર્ણય કર્યો હોય.
અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન પોતાની કમાણીના ૬૭ ટકા સમાજને સમર્પિત કરી દેશે. અઝીમ પ્રેમજી ત્રણ દિશાઓમાં કામ કરી રહ્યા છે. સરકારી શાળાઓનું શિક્ષણ સ્તર સુધારવા, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અને વિવિધ સમસ્યાઓ સામે જજુમતા અને માનવ સેવામાં જોડાયેલા ૧૫૦થી વધુ સંસ્થાઓને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન મદદરૂપ થઈ રહ્યું છે. પોષણ, મહિલાઓનું સામાજીક સશકિતકરણ, માનવ તસ્કરી રોકવા માટે આ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે.
અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાઓનું શૈક્ષણિક સ્તર ઉંચુ લાવવા માટે ભંડોળ, આંતર માળખાકીય સુવિધાઓ માટે સહાય, કર્ણાટક, ઉતરાખંડ, રાજસ્થાન, છતીસગઢ, પોંડીચેરી, તેલંગણા અને મધ્યપ્રદેશમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સેવા કાર્ય કરી રહ્યું છે.