લિઝ ટ્રુસ અને ભારતીય મૂળના રિશી સુનક વચ્ચે વડાપ્રધાન પદ માટે ટક્કર
યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેના નવા વડાપ્રધાન કોણ તે અંગેની જાહેરાત સોમવારના રોજ પૂર્ણ થઈ જશે કારણ કે વડાપ્રધાન પદ માટે જે બ્રિટિશ ક્ધઝર્વેટીવ પાર્ટી લીડરશીપની ચૂંટણી યોજાઈ હતી તે પૂર્ણ થઈ ચૂકી છે. લિઝ ટ્રુસ અને પૂર્વ નાણામંત્રી રીસી સુનક વચ્ચે પ્રધાનમંત્રી પદ માટેની ટક્કર જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ લિઝ ટ્રુસ ના વડાપ્રધાન બને તેવી સંપૂર્ણ શક્યતા સેવાઈ રહી છે.
ચૂંટણી પ્રક્રિયામાં ઓનલાઈન અને પોસ્ટલ મતોની એ પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે છેલ્લા બે મહિનાથી ચાલતા આ ચૂંટણી પ્રક્રિયાનો અંત આવ્યો છે અને સોમવારના રોજ બ્રિટનના નવા વડાપ્રધાન કોણ હશે તે અંગેની જાહેરાત પણ થઈ જશે. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન તેમનું રાજીનામું ક્વીન એલિઝાબેથ બેને આપી પોતાના પદ ઉપરથી ઉતારશે અને નવા વડાપ્રધાનને આવકારવામાં પણ આવશે. ઓગસ્ટની શરૂઆતમાં જ ક્ધઝર્વેટિવ પાર્ટીના 2 લાખ સભ્યોનું મતદાન શરૂ થયું હતું. નહીં બોરીસ જોન્સન અનેકવિધ વિવાદોમાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે નવા વડાપ્રધાન કઈ રણનીતિ સાથે આગળ આવશે તે સમય જ બતાવશે.