પીડબલ્યુડી, રૂડા અને બાર સાથે હાઈકોર્ટનાં ન્યાયાધીશે કરી ચર્ચા
શહેરનાં જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર સર્વે નંબરમાં કોર્ટ માટે ફાળવાયેલી જમીનનું સ્થળ નિરીક્ષણ હાઈકોર્ટનાં ન્યાયાધીશ અને યુનિટ જજે કર્યું હતું અને પ્લાનમાં ફેરફાર માટે જરૂરી સુચનો આપ્યા છે.
વધુ વિગત મુજબ શહેરમાં હાલમાં અદાલત શહેરની બહાર એક જ સ્થળે ખસેડવા અનેક વખત સર્વે થયા બાદ અંતે જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર પાસે એક જ સ્થળે કોર્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવતા મહેસુલી તંત્ર દ્વારા જગ્યા સોંપણી સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ આ જગ્યા પર અતિ આધુનિક બિલ્ડીંગ બનાવવાનું હાઈકોર્ટ અને રાજય સરકાર દ્વારા બનાવવાનું નકકી કરી મંજુરી આપવામાં આવતા આગળની કાર્યવાહી પીડબલ્યુડી અને રૂડા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
બરોડા ખાતે છેલ્લા આશરે બે વર્ષથી કોર્ટ અને બાર વચ્ચે નવા બિલ્ડીંગને લઈને ચાલતા વિવાદ જેવો રાજકોટમાં વિવાદ સર્જાય નહીં તે માટે આગમચેતીના પગલા‚પે રાજકોટનાં યુનિટ જજ એચ.એચ.વોરા, હાઈકોર્ટના જસ્ટીઝ આર.એમ.છાયાએ વેરીફીકેશન અને ફીઝીકલ નિરીક્ષણ કર્યું હતું અને નવા બનનાર કોર્ટ બિલ્ડીંગનું પ્લાનમાં જ‚રી ફેરફાર કરવા પીડબલ્યુડીનાં સ્ટાફને સુચનો આપ્યા હતા. સ્થળ નિરીક્ષણ વેળાએ બાર એસોસીએશનનાં પ્રમુખ બકુલ રાજાણી, સેક્રેટરી જીજ્ઞેશ જોષી, પૂર્વ પ્રમુખ અનિલ દેસાઈ, મહર્ષિ પંડયા અને આર.એમ.વારોતરીયા તેમજ કોર્ટ મેનેજર હમીરભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા.
નવા કોર્ટ બિલ્ડીંગ બનાવવામાં વકિલોને વિશ્વાસમાં લેવા માંગ: દિલીપ પટેલ
શહેરનાં જામનગર રોડ પર કરોડો ‚પિયાનાં ખર્ચે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ બનાવવાનું રાજય સરકાર અને હાઈકોર્ટ દ્વારા કામ મંજુર કર્યું છે. આ કોર્ટ બિલ્ડીંગ અદ્યતન સુવિધા પૂર્ણ, વકીલો માટે પુરતી બેસવાની વ્યવસ્થા તથા વડોદરાની કોર્ટ બિલ્ડીંગ બનાવવામાં આવેલી છે. તેવી નહીં પરંતુ વડોદરાની નવી કોર્ટ બિલ્ડીંગની ક્ષતી દુર કરનારો નકશો મંજુર કરી રાજકોટ કોર્ટનું બિલ્ડીંગ બનાવવાની માંગ કરતા બાર. વડોદરામાં વકીલો દ્વારા બે વર્ષથી જે કોર્ટમાં અસહકારનું વાતાવરણ ઉભું થયેલું છે અને શાંતી જોખમાય છે તે દુર કરી રાજકોટનાં વકીલોને વિશ્વાસમાં લઈ કોર્ટ બિલ્ડીંગનો નકશો માત્ર ચાર માળની મંજુરી આપવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સભ્ય દિલીપ પટેલ હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસને પત્ર લખી ઘટતું કરવા વિનંતી કરી છે.