નગરપતિ ચંદ્રવાડીયા અને પી.આઇ. રાણાએ કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી
ઉપલેટા શહેર ગ્રામ્ય વિસ્તારમાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમવાર્ડમાં રહી ફરજ બજાવતા જવાનો વય મર્યાદાને કારણે નિવૃત થતાં પી.આઇ.ના અઘ્યક્ષ સ્થાને તેમજ નગરપતિની ઉ૫સ્થિતિમાં બ્રહ્મ સમાજમાં સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બ્રહ્મસમાજ ભવન ખાતે શહેર હોમગાર્ડ યુનિટ કમાન્ડની ઉ૫સ્થિતિમાં પી.આઇ. કે.જે. રાણાના અઘ્યક્ષ સ્થાને અને નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતૉ જવાનો વય મર્યાદાને કારણે નિવૃત થતા આર.પી. ચાવડા, જે.એલ. નિમાવત, કે.કે. રવાપરા, ડી.એ. ચંદ્રવાડીયા, એસ.આર. વસોયા, ડી.જે. સુવા, જે.એમ. સોજીત્રા, આર.એમ. ઝાલા, એ.એમ. ઢાંકવાલા, જી.એમ. મકવાણા, એ.એસ.વાઢેર સહીત ૧પ જવાનો નિવૃત થતાં તેઓનું શાલ ઓઢાડી સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પી.આઇ. કે.જે.રાણાએ હોમગાર્ડ જવાનો એ કોરોનાના કપળા સમયમાં રાત-દિવસ જોયા વગર જે સેવા આપી છે તેને બિરદાવી હતી.
જયારે નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયાએ જણાવેલ કે જેમ શહેરને સ્વચ્છ રાખવાની મારી ફરજ છે તેમ શહેરને સુરક્ષિત રાખવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા આ હોમગાર્ડજવાનોનો સિંહ ફાળો છે. ત્યારે તેની સેવાની નોંધ લેવી જોઇએ આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઇ રાણપરીયા, જે.સી.આઇ.ના પ્રમુખ સંજય મુરાણી, પૂર્વ પ્રમુખ સુરેશ પરમાર સહીત આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બારૈયા, હસમુખભાઇ વસોયા, અશોકભાઇ ડેર, નિલેશભાઇ કાંબલીયા, મહેન્દ્રસિંહ જાડેજા, સુરેશ પારઘીએ જહેમત ઉઠાવી હતી.