યોગ શિબિરમાં યોગ ઉપરાંત રેકી, હીલીંગ આયુર્વેદીક મસાજ, નેચરોપેથી, સિંગીગ બાઉલ થેરાપી વગેરેની માહિતી અપાઈ

તાજેતરમાં ભારત સહિત વિશ્વના ૧૯૦ દેશોમાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે શહેરનાં મીતા’ઝ યોગ મંદિર દ્વારા એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સંચાલિકા મીતાબા રાઠોડ અને અનેક નિષ્ણાંતોએ યોગ, રેકી હિલીંગ અને તિબેટીયન સિંગીગ બાઉલ થેરાપી, નેચરોપેથી વગેરે અંગે માર્ગદર્શિકા આપવામાં આવ્યું હતુ. ઉપરાંત આ યોગ મંદિરના તાલીમાર્થી બહેનો દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનોનું નિદર્શન કરવામાં આવ્યું હતુ.

શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્ષમાં છેલ્લા દોઢેક દાયકાથી મીતા’ઝ યોગ મંદિર ચાલી રહ્યું છે. આ યોગ મંદિરમાં યોગ, રેકી, નેચરોપેથીની સાથે પ્રાણાયામ, ધ્યાન, હીલીંગ, આયુર્વેદીક મસાજ ઉપરાંત તિબેટીયન સિંગીગ બાઉલ થેરાપી શીખવવામાં આવે છે. આ યોગ શિબિરમાં વિવિધ નિષ્ણાંતો દ્વારા યોગ, રેકી, હિલીંગ તથા સિંગીગ બાઉલ થેરાપી અંગેનું થિયરી અને પ્રેકટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ આ શિબિરના અંતે તાલીમાર્થીઓ દ્વારા યોગાસનો દ્વારા વંદેમાતરમ ગીત અને ગ્રુપ આસનની રજૂઆત કરવામાં આવી હતી.

નિયમિત યોગ કરવાથી બીજી વખત હોસ્પિટલ જોવી પડી નથી: પરીબેન

unique-yoga-camp-was-organized-as-part-of-the-celebration-of-world-yogi-din-by-meeta-yoga-temple
unique-yoga-camp-was-organized-as-part-of-the-celebration-of-world-yogi-din-by-meeta-yoga-temple

અબતક સાથેની વાતચીતમાં પરીબેને જણાવ્યું હતુ કે તેમને યોગા સાથે જયારે પરિચય થયો ત્યારે તેના પહેલા એક વખત તે હોસ્પિટલાઈઝ હતા ત્યારે તેમની ઉંમર ૩૫ વર્ષની હતી ત્યારે તેમના શરીરમાં બધા જ વિટામીન્સની ઉણપ હતી હોસ્પિટલમાંથી જયારે પરત ફર્યા ત્યારે યોગા કલાસ માટે તપાસ કરતા હતા ત્યારે તેમણે આ સેન્ટર અંગેની વિગતો મળી હતી જે બાદ મીતાબેન સાથે વાતચીત કરીને યોગ કલાસમાં જોડાયા હતા. જે બાદ તેમની લાઈફ આખી ચેન્જ થઈ ગઈ અને યોગા સિવાય તેમની કંઈ જ લાઈફ નથી તેમ જણાવીને પરીબેને ઉમેર્યું હતુ તેમને દરરોજ યોગા કરવા જોઈએ દરોજ યોગ કરવાથી ફીટ એન્ડ ફાઈન રહેવાય છે. તેમણે યોગા શરૂ કર્યા ત્યારબાદ હોસ્પિટલ જોઈજ નથી તેમની બધી જ તકલીફો યોગા દ્વારા દૂર થઈ ગઈ છે. અને દવાઓની પણ જરૂર નથી પડી.

યોગની સાથે રેકી, હીલીંગ, બાઉલ થેરાપી વગેરેની તાલીમ આપી છીએ: મીનાબા

unique-yoga-camp-was-organized-as-part-of-the-celebration-of-world-yogi-din-by-meeta-yoga-temple
unique-yoga-camp-was-organized-as-part-of-the-celebration-of-world-yogi-din-by-meeta-yoga-temple

અબતક સાથેની વાતચીતમાં મીતાબા રાઠોડે જણાવ્યું હતુ કે ૧૪ વર્ષથી આ ઈન્સ્ટીટયુટ ચલાવે છે. અને તેમણે યોગ અને નેચરોપેથીમાં એમ.એ. કરેલું છે ઉપરાંત રેકી માસ્ટર, પ્રાણિક હીલીંગ અને ટીબેટીયન થેરાપીની ગ્રાન્ડ માસ્ટર છે. તેઓ યોગામાં ડીસીઝ યોગ, પ્રેગ્નેન્ટ લેડીઝ માટેના યોગ, ટીબેટીયન બાઉલ થેરાપી અને પ્રાણીક હીલીંગની આ સેન્ટરમાં તાલીમ આપે છે. આ સેન્ટરની વિશેષતાઓ એ છે કે અહીં જે લોકો યોગા માટે આવે છે તે તેનું ઘર સમજીને આવે છે. અને તેઓને તાલીમ લીધા બાદ જે ફેરફાર થાય છે તે તેઓ અનુભવે છે. અહી લોકો ડિપ્રેશન માટે, વેઈટ લોસ માટે અને ઘણા લોકો માત્ર હેલ્ધી લાઈફ માટે આવે છે. કારણ કે યોગ એ રાજમાર્ગ કહેવામાં આવે છે. કે ત્યાં તમને બધા પ્રશ્ર્નના જવાબો મળી રહે છે. અને જે લોકો આવે તેને સંતોષ મળે છે તેમ મીનાબાએ ઉમેર્યું હતુ,.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.