- રકતની તીવ્ર ખેંચ એક સ્વૈચ્છિક રકતદાતા જ પૂર્ણ કરી શકે છે: આજના યુગમાં રેગ્યુલર ડોનરની આવશ્યતા વધુ
- બીમાર દર્દીઓ માટે રકત તેના જીવન અને મૃત્યુની બાબત છે ત્યારે આજનો યુવા વર્ગ જાગૃત થઈને રકતદાન કરે
આજે સમગ્ર વિશ્ર્વની સાથે રાજકોટ શહેરમાં વિશ્ર્વ રકતદાતા દિવસની ઉત્સાહભરે જવણી થઈ હતી જેમાં બ્લડ બેંક કેમ્પ ઓર્ગેનાઈઝર સાથે સ્વૈચ્છિક રકતદાતાઓ ઉત્સાહભેર જોડાયા હતા આજની ઉજવણી સંદેશ રકતદાતાને પ્રોત્સાહન સાથે સુરક્ષીત રકતની ઉપલબ્ધતાનો છે. આજે રકતની તીવ્ર ખેંચનો સામનો દરેક બ્લડ બેંક ભોગવીરહી છે. ત્યારે યુવા વર્ગ આ બાબતે જાગૃત થઈને કોઈકના જીવન બચાવવાના સેવાયજ્ઞમાં જોડાય તે અતી આવશ્યક અને રકતદાન જ મહાદાન છે. લોહીનો લાલરંગ સહકાર અને સંગનો છે. કુદરતની અણમોલ ભેટ એટલે રકત રૂધિર કે લોહી છે. રાજકોટમા રવિવારે આઈએસબીટીના સહયોગથી લાઈફ બ્લડ સેન્ટરનો રાષ્ટ્રીય કક્ષાનો સેમીનાર યોજાયો હતો. જેમાં તબીબો, બ્લડ બેંકો જોડાય હતી.
રક્તદાનએ સલામત પ્રક્રિયા છે:ડો.સ્પૃહા ધોળકિયા
લાઈફ બ્લડ બેંકના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.સ્પૃહા ધોળકિયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મનુષ્યના શરીરમાં 5.50 લીટર લોહી રહેલું છે.નાની-મોટી બધી બ્લડ બેન્ક માત્ર 350ળહ થી 450ળહ બ્લડ લેતી હોય છે. આ પરથી કહી શકાય કે એક વખત બ્લડ ડોનેશન કરવાથી શરીરમાં કોઈ સમસ્યા થતી નથી. રક્તદાન એ બિલકુલ સલામત પ્રક્રિયા છે.બ્લડ ડોનેશન થી અશક્તિ આવે એવું બનતું નથી.લોકોએ ખોટી માન્યતાઓથી સજાગ થવાની લોકોએ જરૂર છે.
ઇલેક્ટ્રો ક્લેમિલ્યુંમિનિન્સ પદ્ધતિથી રક્તદાતાના વશદ,વબદ,વદભના પરિણામ આપે છે
5 મેન્ડેટરી ટેસ્ટ કરવાના હોય છે જેમાં વશદ વબદ વદભ આ મશીન ની પદ્ધતિ વડે દરેક રક્તદાતા ના ટેસ્ટ કરવામાં આવે છે અને તેનું શ્રેષ્ઠ પરિણામ મળી રહે છે રક્તદાતાના સેમ્પલને મશીનમાં મુકતાની સાથે 35 મિનીટ માં પરિણામ મળી રહે છે. એકીસાથે 96 જેટલા સેમ્પલને આ મશીનમાં રન કરવામાં આવતા હોય છે.
બ્લડ કોમ્પોનેટ વિભાગ લોહીની અલગતા કરે છે
એક રક્તની બેગમાંથી ત્રણ લોકોની જીંદગી બચાવવામાં આવે છે. ત્યારે એ લોહીની અલગતા કરવા માટે કોમ્પોનેટ વિભાગમાં અત્યાધુનિક મશીનો દ્વારા થતું હોય છે. લોહી ની બેગ તેના ઘનતા પ્રમાણે અલગ થતી હોય છે. જે બેગ ની ધનતા વધારે હશે તે નીચી રહેશે અને જે બેગની ઘનતા ઓછી હશે તે ઉપર જતી રહેશે.આ મશીનરી દ્વારા થતી પ્રક્રિયા છે.મશીનમાં બેગ મુકતાની સાથે આપોઆપ પ્લેટલેટ્સ, પ્લાઝમા બનાવવાની પ્રક્રિયા થતી હોય છે.
રાજકોટમાં બ્લડ મેનેજમેન્ટની નેશનલ કોન્ફરન્સ સંપન્ન
આઈએસબીટી દ્વારા લાઈફ બ્લડ સેન્ટરના સહયોગથીરવિવારે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય બ્લડ મેનેજમેન્ટ બાબતની એજયુકેશન સીમ્પોઝીયમ યોજાય હતી જેમાં બ્લડ બેંક સાથે તબીબો જોડાયા હતા. વિદેશોમાંથી વચ્યુઅલ નિષ્ણાંતો જોડાઈને માર્ગદર્શન આપેલ હતુ. લાઈફ બ્લડ સેન્ટર દ્વારા કેમ્પ આયોજકો સાથે 100થી વધુવાર રકતદાન કરેલ રકતદાતાનું સન્માન કરવામાં આવેલ હતુ આ તકે આઈએમએના ચેરમેન સંજય ભટ્ટ, લાઈફ બ્લડ સેન્ટરનાં મિતલ કોટીચા શાહ તથા આઈએસબીટીના પ્રમુખ હાજર રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ડેવલપમેન્ટક્ધટ્રીનો શ્રેષ્ઠ એશિયાની બ્લડ બેંકનો એવોર્ડ રાજકોટના લાઈફ બ્લડ સેન્ટરને મળ્યો હતો સેમીનારમાં બ્લડ સેફટી સાથે તેના વિવિધ ઘટકો, ટેસ્ટીંગ જેવી વિવિધ બાબતોનું માર્ગદર્શન અપાયું હતુ.