વિશ્ર્વમાં હાલ 180થી વધુ પ્રજાતિના લકકડ ખોદ જોવા મળે છે: આ નાનકડું પક્ષી, લાકડા ઉપર એક સેક્ધડમાં ચાંચ વડે ર0 વખત ટોચા મારે છે: તેની જીભ ચાર ઇંચ જેટલી લાંબી હોય છે
દુનિયાભરમાં અવનવા રંગ-બેરંગી પંખીઓ છે જેમાં કેટલાક નાના તો કેટલાક મોટા હોય છે. અજબ ગજબના અવાજો ધરાવતા પંખીઓમાં કેટલાક માણસ સાથે હળી મળીને પણ રહે છે. ઘણા પક્ષીઓ બહુ જ બુઘ્ધિશાળી પણ હોય છે. કુદરતે તેની સ્ટાઇલ કે રહેણી કરણ મુજબ શરીર રચના પણ આપી છે. નાનીમોટી ચાંચ, પૂંછડી કે પાંખ દ્વારા તેની ઓળખ થઇ શકે છે. અમુક પંખીઓ તો કલર પણ ફેરવી શકે છે.
આવું જ એક પંખી એટલે લકકડ ખોદ જેને અંગ્રેજીમાં વુડ પ્રેક કે વુડપીકર પણ કહેવાય છે. અનોખું પંખી લાકડા તોડતું હોવાથી તેનું નામ લકકડ ખોદ પડયું છે. સખત લાકડામાં ચાંચ મારીને હોલ કરી નાખે છે. ઝાડવામાં બાકોરા પાડવામાં આ પંખી ઉસ્તાદ છે. માત્ર 3 થી 4 ઇંચ લાંબુ અને નાનકડું પંખી એક સેક્ધડમાં પોતાની ચાંચ ર0 વખત લાકડા ઉપર પછાડીને ટોચા મારે છે. આ પ્રક્રિયા સતત કર્યા બાદ તે વૃક્ષના થડમાં હોલ કરે છે જેમાં તે માળો બાંધે છે.
વિશ્ર્વમાં લકકડ ખોદથી અલગ અલગ પ્રજાતિના કુલ 180 જાતિના જોવા મળે છે. તેની જીભ 3 થી 4 ઇંચની લાંબી હોવાથી ઝાડમાં ટોચા મારીને છિદ્રો કર્યા બાદ અંદર જીભ નાંખીને તેમાંથી જીવાતનો ખોરાક ખાય છે. ઘણીવાર તો પોતાની જીભ પાઘડીની જેમ માથા પર વિંટાળી દે છે. કુદરતે તેમને આવડી મોટી જીભ જીવજંતુના શિકાર માટે સરળતા રહે એટલા માટે આપી છે. લકકડ ખોદના પગ પણ ખુબ જ મજબૂત હોય છે. એક જગ્યાએ લાંબો સમય બેસવાનું હોવાથી મજબૂત પગ સાથે અલિદાર નખ વાળા બે અંગુઠા જે ઝાડના સ્થળમાં ખુંચી જવાને કારણે તેને મજબૂત પકકડ આપે છે.
આ પંખીની વિશેષતામાં તે અન્ય પંખીની જેમ ગીત ગાઇ શકતું નથી પણ લાકડા ઉપર પોતાની ચાંચ પછાડીને લયબઘ્ધ સંગીત પેદા કરીને સાથી મિત્રને સંદેશ આપે છે, તેની ચાંચ થોડી લાંબી, અણિદાર અને મજબૂત હોય છે. ચાંચના માઘ્યમથી લાકડામાં હોલ તે સરળતાથી કરી શકે છે. બીજા પંખીની જેમ પાંચ ફેલાવીને ઉડી શકતા નથી. શરુઆતમાં બે ત્રણ વાર પાંખ ફફડાવીને શરીર ઉચકયા બાદ પાંખો શરીર સાથે જકડીને ડાઇવ મારે છે, જેને કારણે ગતિ મળે છે જો કે લકકડ ખોદની ઉડાન ટૂંકી હોય છે.
ઓસ્ટ્રેલીયા, ન્યુ ગિની, ન્યુઝીલેન્ડ, માડાગાસ્કર અને ધ્રુવીય વિસ્તારો સાથે વિશ્ર્વના લગભગ તમામ દેશોમાં લકકડ ખોદ જોવા મળે છે. સાઇઝ, કલર સાથે થોડા નાના મોટા કદમાં તે અલગ અલગ દેશોમાં તેની પ્રજાતિઓ સાથે જોવા મળે છે.
લકકડ ખોદની મોટાભાગની પ્રજાતિઓ જંગલના વિસ્તારોમાં વધુ જોવા મળે છે. જો કે આ પૈકી કેટલીક પ્રજાતિઓ વૃક્ષ વગરના વિસ્તારોમાં પણ જોવા મળે છે. ખડકાળ ટેકરોઅ, રણમાં પણ ઘણા લકકડ ખોદ પોતાનું જીવન જીવી રહયા છેે. આ પંખી તેની ઘણી લાક્ષણિકતા અને વર્તનને કારણે ખુબ જ જાણીતા બન્યા છે. પોતાની ચાંચ વડે ડૂમ વગાડીને સાથીઓ સાથે વાતચીત પણ કરે છે. ઘણીવાર માણસોના મકાનોમાં પણ હેવાયા જઇ જાય તો મકાનોમાં છિદ્રો પાડી દે છે.પિસી ડે પરિવાર જાુથમાં લકકડ ખોડની 3પ જાતિઓ ગોઠવાયેલી છે. જેમાં ર40 થી વધુ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. તેમની ર0 જેટલી પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. વુડપોકર્સની લંબાઇ 7.5 સે.મી. (3 ઇંચ) અને વજન 8.9 ગ્રામ હોય છે. કેટલાક મોટા લકકડ ખોદની લંબાઇ 50 સે.મી. (ર0 ઇંચ) જેટલા હોય છે. તે ઝાડના થડ ઉપર ઉભી રીતે ચાલી શકે છે જે તેને ખોરાક માટે મદદરુપ થઇ શકે છે. અમેરિકામાં કાળા પીઠવાળા લકકડ ખોદ જોવા મળે છે. મુરેશિયામાં ત્રણ અંગુઠાવાળા લકકડ ખોદ પણ જોવા મળે છે. તેમની પૂંછડી સખત હોય છે. જેને કારણે પક્ષી વૃક્ષની ઉભી સપાટીએ ઉભુ રહે ત્યારે પૂંછડી અને પગ તેને ટેકો આપવા એક સાથે કામ કરે છે.
તેની મજબુત ચાંચ ડ્રિલીંગ મશીન જેવુ: કામકાજ કરે છે. તેમની ચાંચના ત્રણ સ્તર હોય છે. જીભનું હાડકુ પણ ખૂબ લાંબુ હોય છે. ખાસ પોલા દરને કારણે ખોપરી આસપાસ પવન ફુંકાય છે. જેનાથી તેના મગજને રાહત મળે છે તેની શરીર રચના અને ચાંચ યાંત્રિક રચના પ્રહાર કરવામાં પણ મદદરુપ થાય છે. તેમની જીમ લાંબી, ચિકણી અને બરછટ હોય છે. તે જીભનો શિકાર માટે ભાલાની જેમ ઉપયોગ કરે છે, શિકારની આસપાસ લપેટાય જાય છે. મોટાભાગના લકકડ ખોદ બેઠાડુ હોય છે. ઠંડી ઋતુઓમાં ટેકરી ઉપરથી નિચાળવાળા વિસ્તારમાં સ્થળાંતર કરે છે. તેમનો મુખ્ય ખોરાક છાલની નીચે અને લાકડામાં રહેલા જંતુઓ છે.