મહેમાનોનું ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચેક કરાયું: ચકલીના માળા અને પર્યાવરણની પુસ્તીકા કરાઇ અર્પણ અંગદાન સાથે વ્યસન મુક્તિના સંકલ્પ પણ લેવાયા

રાજકોટમાં કક્કડ પરિવારના આંગણે અનોખા લગ્નોત્સવ યોજાનાર છે. ચિ.મિતેશ અને ચિ.હેનીના કાલે લગ્નોત્સવ ગુરૂનાનક હોલ, રેલવે જંકશન સામે લેવાશે પરંતુ આ લગ્નોત્સવમાં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ જોવા મળશે. જેવી કે આમંત્રિત મહેમાનોનું ચકલીના માળા અને પર્યાવરણની નાની પુસ્તિકા અર્પણ કરવામાં આવશે. આમંત્રિતોનું બ્લડ પ્રેસર અને ડાયાબિટીસ ચેક કરી આપવામાં આવશે. ઈન્ડિયા રિનલ ફાઉ. દ્વારા કિડનીના રોગોની જાગૃતિ અંગે પ્રેઝન્ટેશન અપાશે. વર-ક્ન્યા તથા ૧૦૧ પરિવારજનો પાસે ચક્ષુદાન, દેહદાન અને અંગદાનના સંકલ્પપત્રો ભરાશે. વ્યસન મુક્તિવાના સંકલ્પો જયંતીભાઈ ગોવાણી લેવડાવશે અને વ્યસન મુક્તિનું પુસ્તક અપાશે. થેલેસેમિયા રોગ અંગેની માહિતી અનુપમ દોશી દ્વારા અપાશે.

સેવાકીય અભિયાનને સફળ બનાવવા બહેન ડીમ્પલબેન ખેતાણી, બનેવી મિતલભાઈ ખેતાણી, રીટાબેન મનહરલાલ રવાણી, મયુરભાઈ રવાણી, ભાગ્યશ્રીબેન રવાણી, હર્ષદભાઈ કકકડ, દિપાબેન ક્કકડ, રાજેશભાઈ ક્કકડ, વૈશાલીબેન ક્કકડ, દિલીપભાઈ કારીયા, કુસુમબેન કારીયા, નવીનભાઈ ક્કકડ, પ્રવિણાબેન કક્કડ, પારસભાઈ કક્કડ, માનસીબેન કક્કડ, કિર્તીભાઈ રવાણી, આરતીભાઈ રવાણી, જયેશભાઈ રવાણી, અંજલીબેન રવાણી, જય કારીયા, પ્રિયંકા રાજુભાઈ ક્કકડ, માનસ, ધર્મ સહિતના પરિવારજનો જહેમત ઉઠાવી રહ્યાં છે.

સમાજને પ્રેરણા મળે તે માટે નવતર પ્રયોગ કર્યો: મિતેશભાઇ

vlcsnap 2020 02 15 13h55m42s19

મિતેશભાઇ (વરરાજા)એ ‘અબતક’સાથે વાતચીતમાં જણાવ્યું કે સમાજને એક પ્રેરણા મળી રહે તે માટે આ નવતર કાર્યક્રમ કર્યો છે. તથા આવા કાર્યથી બીજા પાંચ લોકોની જીંદગી બચી શકે તે હેતુથી આ કરું છું. અહિં અંગદાન, કિડની દાન તથા બ્લડ પ્રેસર, બી.પી. વગેરેનું ફ્રી  ચેકઅપ કરવામાં આવનાર છે. સમાજને પ્રેરણા આપી શકીએ  તે માટે ખાસ તો કેન્સરથી ઘણા બધા લોકો દુ:ખી થતા હોય છે તો તેમને બચાવી શકાય તે માટે કાર્યક્રમ યોજયો છે.

આવા કાર્યથી સમાજને પણ ખૂબ ફાયદો થાય છે: હેની

vlcsnap 2020 02 15 13h55m51s118

હેનિએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા સાસરા પણ તરફથી જે આ અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મને ખુબ હરખ છે હું આ કાર્યમાં તેમને સાથ આપીશ, મે પહેલી વખત બ્લડ પ્રેસર ચેક કરાવ્યું છે. હું હંમેશા તેમને સહકાર આપીશ. આવા કાર્યો કરવાથી સમાજને પણ ખુબ ફાયદો થાય છે.

નવદંપતીની સાથે અન્ય ૧૦૦ લોકોએ ચક્ષુદાનનો સંકલ્પ કર્યો: મીતલભાઇ

vlcsnap 2020 02 15 13h55m58s190

મીતલભાઇએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે આજે મિતેશ અને હેનિના લગ્ન થઇ રહ્યા છે. ત્યારે ગુરુસ્થાનની સાથે સાથે સમાજના દરેકના આશિર્વાદ મળે તે માટે અનેક સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારના સમયમાં લોકો પૈસા વ્યાજે લઇને પ્રસંગમાં મોટા ખર્ચા કરતા હોય છે તે ન થાય તે માટે સમય સંપતિ અને શકિત ત્રણેય બચે સમાજના સર્વ શ્રેષ્ઠીઓની હાજરીમાં લગ્નમાં આશીર્વાદ આપવામાં આવે છે. માનવતાથી સર્વ શ્રેષ્ઠ પ્રવૃતિ ચક્ષુદાન, અંગદાન અને દેહદાન પ્રવૃતિનું અહિ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવદંપતિઓને ચક્ષુદાન નો સંકલ્પ કર્યો છે. સાથે સાથે ૧૦૦ લોકોએ પણ સંકલ્પ કર્યો છે. લગ્નમાં આવનારને એકબીજા માળા સપ્રેમ ભેટ આપવામાં આવ્યા છે. તથા વ્યસન મુકિત માટે જાગૃત કરવામાં આવ્યા છે. પ્રસંગમાં ધાર્મિકતાનું વાતાવરણ બન્યું રહે તે માટે હનુમાન ચાલીસાની પાઠ કરવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.