લોકો ને નીકરી છોડવાની તકલીફ કરતા રાજીનામું લખવામાં વધુ તકલીફ પડે છે.કારણ કે રાજીનામું લખવા માટે ખૂબ મોટું લખાણ કરવું પડે છે.જેમાં કંપની ના માલિક અને તેમનાથી ઉચ્ચ અધિકારીનો પણ આભાર વ્યકત કરવો પડે છે. સહકર્મી સાથે કામ કરવાની મજા આવી અને તેઓ સાથે આગળ પણ જોડાયેલ રહેશે તેવું લખતા હોય છે એવામાં ઘણા લોકો છે જે સીધા મુદ્દા પર આવવાનું પસંદ કરે છે. હાલ રાજીનામું આપવાનો અનોખો ટ્રેન્ડ ચાલી ચાલ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી એવા લેટર જોવા મળ્યા છે કે જે માત્ર ચાર-પાંચ શબ્દો છે. હાલમાં જ બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ લિંક્ડઇન પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં કોઇએ તેને બહુ ઓછા શબ્દોમાં રાજીનામું આપ્યું છે. તેની આ તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઓછા શબ્દોમાં રાજીનામું આપવું એ હવે ટ્રેન્ડ બનતો જાય છે. આ જ ઘટનામાં બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ એક ઘટના વિશે એક પોસ્ટ શેર કરી હતી. આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોએન્કાએ લિંક્ડઇન પર એક પોસ્ટ શેર કરી હતી, જેણે નેટિઝન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પોસ્ટમાં રાજેશ નામના કર્મચારીએ લખેલું રાજીનામું બતાવવામાં આવ્યું છે, જેની સાથે હર્ષ ગોએન્કાએ લખ્યું છે કે, “આ પત્ર ટૂંકો છે પરંતુ તેમાં ઘણી ઉંડાઈ છે. એક ગંભીર સમસ્યા, જેને આપણે બધાએ ઉકેલવાની જરૂર છે.”
તમે વિચાર આવતો હશો કે આ પત્રમાં એવું ખાસ શું છે ? અત્યારે રાજેશે પોતાના બોસના વખાણ કરવા માટે લાંબાં-લાંબાં વાક્યો ઉમેરવાને બદલે કંઈક એવું લખ્યું છે કે કદાચ આપણે તેના બોસને સૌથી ટૂંકી અલવિદા કહી શકીએ. લિંક્ડઇન પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોમાં જૂન, 2022નું રાજીનામું બતાવવામાં આવ્યું છે. પત્રમાં લખ્યું છે, “પ્રિય હર્ષ, હું રાજીનામું આપું છું. મજા નથી આવી રહી. આપનો સ્નેહાધીન. રાજેશ.’ આ શોર્ટ એન્ડ સિમ્પલ લેટર જોયા બાદ લોકોએ લિંક્ડઇન પોસ્ટના કમેન્ટ બોક્સમાં ચોંકાવનારા રિએક્શન આપ્યા હતા. કેટલાક યૂઝર્સ આ પત્રની અનૌપચારિકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક લોકો તેને સકારાત્મક રીતે લઈ રહ્યા છે.