દિવાળી પહેલા ઘરે કોડી લાવવાના ઘણા ફાયદા છે – માતા લક્ષ્મીના આગમન એટલે કે દિવાળીમાં માતા લક્ષ્મીની પ્રિય કેટલીક વસ્તુઓ લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે.
કોડીની પૂજા કરવાના ફાયદા :
સનાતન ધર્મમાં કોડીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેમજ કોડીનો ઉપયોગ પૂજામાં પણ થાય છે. કોડીનો સંબંધ પૈસા સાથે છે. આ દરમિયાન કહેવાય છે કે કોડીને તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. કોડી વિના પૂજા અધૂરી રહી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોડીની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે.
માં લક્ષ્મીની ઉપાસનામાં કોડીનુ વિશેષ મહત્વ :
દિવાળી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની સાથે 11 કોડીઓની પણ પૂજા કરવી જોઈએ. તેમજ કોડીઓની પૂજા કરવાથી ધન, વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
દિવાળીના દિવસે 11 કૉડીઓની પૂજા કરી પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
ધનતેરસના દિવસે 11 કોડીઓની પૂજા કરી દરવાજા પર લટકાવશો તો માં લક્ષ્મી સદૈવ આપના ઘરમાં રહેશે. આ ઉપરાંત તમારા પર દરરોજ માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા ખંડમાં કોડી રાખવી શુભ માનવામાં આવે છે. તેમજ પૂજા રૂમમાં કોડી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જે ઘરમાં કોડીની પૂજા કરવામાં આવે છે, ત્યાં ક્યારેય પૈસાની કમી થતી નથી.
આ દરમિયાન પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા. કોડીઓ પૈસાને આકર્ષે છે. તેથી કોડીઓને પૈસાની નજીક રાખવામાં આવે છે.
કોડીની પૂજા કઈ રીતે કરવી :
કોડીને કેસર અથવા હળદરવાળા પાણીમાં પલાળી દો. ત્યારપછી પૂજા કર્યા પછી 2 કોડીને લાલ કપડામાં અલગ-અલગ ભાગમાં બાંધી દો. ત્યારબાદ એક પોટલી ઘરની તિજોરીમાં અને એક પોટલી તમારા પૂજા રૂમમાં રાખો. આમ કરવાથી તમને ધનની પ્રાપ્તી થશે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.