લોકફાળા થકી ૧૦૦ જેટલી ગાયોને યુવાનો રોજ ખવડાવે છે લીલો ઘાસચારો

અષાઢ મહિના ના પંદર દિવસ વીતવા છતાં હજુ સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદ થયો નથી ત્યારે પશુ ઓ માટે ઘાસચારાની તંગી ઉભી થઇ છે ત્યારે આવા કપરા સમયમાં માલધારીઓએ પોતાનું ગૌધન રખડતું મૂકી દીધું છે  ગાયો ભૂખે ટળવળી  રહી છે આવા સમયે આબોલ જીવો ને બચાવવા પાટડી  તાલુકા ના ઝેઝરા ગામના યુવાનો એ સેવા યજ્ઞ શરૂ કર્યો છે, ગામ ના જીવદયા પ્રેમી યુવાનોએ એ ગૌમાતા ની સેવા સરું કરી છે થોડા યુવાનો અને વડીલો એ પહેલ કરી ત્યારબાદ ગામના લોકો પણ જોડાયા અને યથા શક્તિ ફાળો કરવામાં આવ્યો જેના દ્વારા રોજ લીલો ઘાસચારો મંગાવવામાં આવે છે અને ભૂખ થી ટળવળતી ગૌમાતા ઓને લીલા ઘાસ ની રોજ નીરણ કરવામાં આવે છે આ કામ ઝેઝરા ગામ ના કેટલાક સેવાભાવી યુવાનો એ ઉપાડી લીધું છે અને રોજ સવારે ભૂખ્યા ગૌધન  ને ઘાસચારો ખવડાવામાં આવે છે જેની માલિકી છે તેવા માલધારી ઓ એ  ગૌમાતા ને રખડતી મૂકી દીધી છે ત્યારે ઝેઝરા ગામ ના જીવદયા પ્રેમીઓ એ ગૌમાતાની સંભાળ લેવાનું સરું કર્યું છે અને વરસાદ ના અભાવે દુકાળ જેવી સ્થિતિ છે ત્યારે અહીં સાચા અર્થ માં ગૌમાતાના ની સેવા કરવામાં આવી રહી છે અને ૧૦૦ થી વધુ ગૌમાતા નો જઠરાગ્નિ ઠારવામાં આવી રહયો છે  ગામ ના ગોંદરે ગાયમાતા ભૂખી રહે તે હિન્દુ સંસ્કૃતિ માં શરમજનક બાબત છે ત્યારે આવા કપરા સમય માં ઝેઝરા ગામ ના લોકો ની અનોખી સેવા ખરા અર્થ માં સેવા યજ્ઞ સમાન છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.