પવિત્ર પુરુષોતમ માસમાં ગાયોની અનોખી સેવા: લાડુ જમાડી ગૌમાતાને પ્રસન્ન કરાય છે.
ભગવાન વિષ્ણુજીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય એટલે હિન્દુ કેલેન્ડર વર્ષમાં દર ત્રણ વર્ષે એક વાર આવતો અને અતિ પવિત્ર મનાતો પુરુષોતમ માસ. પુરુષોતમ માસ એટલે કે અધિક માસ દરમ્યાન જેટલું પણ પુણ્ય કમાઈએ તેનું અનેકગણું ફળ મળતું હોય હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે.
આથી મહિનાઓમાં શ્રેષ્ઠ ગણાતા પાવનકારી અધિક માસમાં હિન્દુધર્મીઓ દ્વારા આ દિવસો પુણ્યનું ભાથું બાંધવા વિવિધ માધ્યમોથી ઠાકોરજીની સેવા કરવામાં આવે છે. આવી જ સેવા ઓખા ગામમાં આવેલ ઓખા કૃષ્ણ પાંજરાપોળની યુવાન કાર્યકરો દ્વારા પવિત્ર પુરુષોતમ માસમાં ગાયોની અનોખી સેવા કરવામાં આવે છે.
વૃજમાં ગોકુળથી પ્રેરણા મેળવી શ‚ કરાયેલ આ સેવાયજ્ઞને સ્થાનીય સંસ્થાની ગાયોથી શરૂ કરી જેની સફળતાથી પ્રેરાઈ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ સેવા અપનાવાઈ છે અને આજે ઓખા આસપાસના અનેક ગામડાઓમાં ગાયોને લાડુનું જમણ કરાવવામાં આવે છે.
આ વર્ષે પણ તા.૧૬ મે થી તા.૧૩જુન સુધી ચાલનારાના અધિક માસમાં ઓખા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોની ગાયોને લાડુ ખવડાવવાના સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે. આ લાડુમાં ઘઉં, તેલ, ગોળ, ભુસો, ગાયો માટે વિટામીનયુકત દવાઓ સાથે તૈયાર કરવામાં આવે છે જેમાં ધુળ ન લાગે તે માટે એક એક લાડુને કાગળમાં પેક કરી ગાયોને ખવડાવવામાં આવે છે. ઓખામાં ચાલતા આ અનોખા સેવાયજ્ઞમાં સ્થાનિય યુવાનો વર્ષોથી સ્વૈચ્છાએ સેવા આપી ઘરે ઘરે આ સેવાયજ્ઞને પહોંચાડયો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,