રાજકોટ સ્વિમિંગ પુલમાં મેનેજર તરીકે સેવા આપતા વિપુલ ભટ્ટે અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ બાળકોને તરણ શીખવ્યું છે

વિપુલ નરેન્દ્રભાઈ ભટ્ટ (મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૧૯૮૯૯) છેલ્લા ૨૭ વર્ષથી સ્વીમીંગ પુલમાં કોચ તથા હાલમાં કાલાવડ રોડ, રાજકોટ સ્વીમીંગ પુલમાં મેનેજર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. ‚ટીનમાં ભાઈઓ, બહેનોને સ્વીમીંગ શીખડાવવા ઉપરાંત છેલ્લા ૧૧ વર્ષથી શારીરીક માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને સ્વીમીંગમાં પારંગત કરી રહ્યા છે. તેમનો ડર દૂર કરી આત્મવિશ્ર્વાસમાં વધારો કરવાનું કાર્ય કરી સેવાકીય કાર્ય કરી રહ્યા છે. સાંજે ૭:૩૦ વાગ્યા પછી નિ:સ્વાર્થભાવે વિપુલભાઈ ભટ્ટ પોતાની નોકરીના સમય બાદ રાત્રીનાં ૯:૦૦ વાગ્યા સુધી બાળકોને સ્વીમીંગ શીખડાવે છે.

બાળકને સ્વનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. હાલમાં આ સ્વીમીંગ પુલમાં ૧૨૮ બાળકો ૫ વર્ષની ઉંમરથી શ‚ કરી ૩૬ વર્ષ સુધીનાં માનસિક ક્ષતિગ્રસ્ત ભાઈઓ, બહેનો તથા બાળકોને તેઓ સ્વીમીંગ શીખડાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૪૦૦ જેટલા શારીરીક માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને સ્વીમીંગ શીખડાવી તેમનાં તથા તેઓનાં મા-બાપનાં આશીર્વાદ લીધેલા છે.

તેમનાં પુત્રી તથા પુત્ર આ શુભ સેવાકાર્યમાં સાથ આપી રહ્યા છે. વિપુલભાઈ ભટ્ટ જણાવે છે કે બાળકોને પહેલા પાણીથી બીક લાગતી હોય ત્યાં તેમને હું ૪ થી ૫ દિવસ બેસાડીને બતાવુ છું જુઓ કેવી રીતે બાળકો તરે છે ત્યારબાદ તેમનેરીંગ પહેરાવીને પાણીમાં તરતા શીખડાવવામાં આવે છે. સ્વીમીંગ કરવાથી વિપુલભાઈનાં જણાવ્યા મુજબ મસલ્સ ડેવલપ થાય છે, લોહીનું પરીભ્રમણ શરીરમાં વધે છે, હૃદય પણ મજબુત બને છે, શરીરનાં વજનમાં પણ ઘટાડો થાય છે.

જનક હસમુખભાઈ પટેલનાં વાલી જણાવે કે મારા બાળકની ઉંમર ૨૬ વર્ષ છે અને મેંગોલીયન ચાઈલ્ડ છે. તેમાં અધુરો વીકાસ, ડાઉન સીન્ડ્રોમ, બોલવા ચલાવામાં તથા શારીરિક ક્રિયામાં તકલીફ છે. વીપુલભાઈનો સાથ મળતા અમારું બાળક ખુબ જ ખુશ રહે છે. યુગ મહેન્દ્રભાઈ કાપડીયા ઉંમર ૧૪ વર્ષના વાલી જણાવે છે કે ડાબા હાથમાં તકલીફ હતી. હાલમાં સ્વીમીંગમાં આવવાથી ઘણું સારું છે.

વિપુલભાઈ ભટ્ટ જણાવે છે કે આના માટે મારી આખી ટીમને શ્રેય જાય છે મે નહીં હમની ભાવના સાથે સમાજ સેવા તથા માનસિક રીતે ક્ષતિગ્રસ્ત બાળકોની સેવાનાં કામમાં જોડાનારા વિપુલભાઈની સેવા અનન્ય તથા અદભુત છે. અત્રે નોંધનીય બાબત છે કે હાલમાં જ તેમનાં દ્વારા સ્વીમીંગમાં ટ્રેનીંગ અપાયેલ દિવ્યાંગ બાળક મંત્ર જીતેન્દ્રભાઈ હરખાણી અબુધાબીમાં આયોજીત સ્પેશ્યલ ઓલમ્પીક સ્વીમીંગમાં બે-બે ગોલ્ડમેડલ જીતી લાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.