નગરપાલિકા માં ચુંટાઇ ને મહ્દઅંશે સદસ્યો સતા નાં મદ માં મહાલતા હોય છે.લોકસેવા ની સક્રિયતા ભાગ્યે જોવાં મળતી હોય છે. અલબત ધણા નગર સેવકો સેવા નો પર્યાય પણ બનતાં હોય છે.લોકોનાં હદય માં સ્થાન ધરાવતાં વોડઁ નં. એક નાં ચુંટાયેલા સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા ની સક્રીય સેવાં હાલ દાખલા રુપ બનવાં પામી છે.
રાજેન્દ્રસિંહ જાડેજા દર સોમવારે તાલુકા સેવા સદન નજીક જનતા ભોજનાલય ની બાજુમાં વૃક્ષ નાં ઓટલા પર આશન પાથરી ’મદદ નો ચોરો’ ચલાવી રહ્યા છે. છેલ્લા ત્રણ સોમવાર થી સવારે અગિયાર થી બે વાગ્યા સુધી વૃક્ષ નાં ઓટલે બેસી લોકપૃશ્ર સાંભળવા અને ત્વરીત ઉકેલ માટે સંલગ્ન કચેરીઓ માં પ્રયત્નશીલ રહે છે. અંદાજે 130 થી વધું પૃશ્ર્નો ’ મદદ નાં ચોરા’ દ્વારા ઉકેલ પામ્યાં છે.
કોરોના કહેર માં જે બાળકો એ માતા પિતા ગુમાવ્યાં છે તેવાં બાળકો ને સરકારી સહાય ઉપરાંત પેન્સન મદદના ચોરા નાં માધ્યમ માધ્યમ થી ચાલું કરાવ્યાં છે.ઉપરાંત વિધવા,વૃધ્ધા અને દિવ્યાંગ પેન્સન માટે અરજદારો પાસે ફોમઁ ભરાવી લાભ મળતો થાય તેવાં નક્કર પ્રયત્નો હાથ ધર્યા છે.
હાલ લોકો ને રેશનકાર્ડ પર મળતું અનાજ બંધ છે.કોરોના ની કારમી સ્થિતીમાં ધંધા રોજગાર ને માઠી અસર પડી હોય ગરીબ પરીવારો બેહાલ સ્થિતીમાં જીવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા અનાજ મળતું બંધ થયું હોય ગરીબો માટે ’પડ્યા પર પાટુ’ની સ્થિતિ સર્જાઇ છે.’મદદ નાં ચોરા’માં આ અંગે ની અનેક ફરીયાદો આવી છે.જે માટે જરુર પડ્યે તંત્ર સામે લડત પણ આપીશું. શહેર નાં નોખા અને અનોખા નગર સેવક દ્વારા શરું કરાયેલ સેવાયજ્ઞ ની બહોળી સરાહના થઇ રહી છે.