આજ ના સમય દરમિયાન પોલીસ નું નામ પડે એટલે લોકો તરેહ તરેહની વાતો કરે અને પોલીસ પ્રત્યે અણગમો અને પ્રેમ પણ વ્યક્ત કરે છે ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી અને કર્મચારીઓ સરવાળે તો એક માનવી છે અને માનવીય અભિગમ અપનાવ્યો છે ત્યારે પશુ પક્ષીઓ પ્રત્યે કરુણા ની ભાવના સાથે એક અનોખો અનુભવ કરી રહ્યા છે
ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારમાં આવેલા બાલાસર પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર ડી. આર ગઢવી અને સ્ટાફ ના વિક્રમ ભાઈ દેસાઈ.. રાજેશ સિંગ જાદવ રાજેશગીરી ગૌસવામી. જેઠાભાઈ મુસાર સુમતિ ભાઈ પરમાર સંજય અબોટી જોઈતાભાઈ.. અમરસિંહ મોરી નિલેશ રાઠોડ જી આરડી જવાન સહિત ના પોલીસ કર્મચારીઓ એ પોલીસ મથક મા આવેલ કઠોડા મા ચારે બાજુ ચકલી ઘર અને પક્ષીઓ ના માળા તથા પોલીસ મથક ના પ્રાંગણમાં આવેલ ઝાડો મા ચકલી ઘર અને પાણી ના કુંડા લગાવી અનોખી સેવા કરી રહ્યા છે આ અંગે સમગ્ર માનવીય અભિગમ અને અબોલ પશુ પક્ષીઓ પ્રત્યે કરુણા ની ભાવના અંગે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ બાલાસર પીએસઆઇ ડી. આર ગઢવી અને પોલીસ સ્ટાફ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે
સંસ્થા દ્વારા બાલાસર પોલીસ મથકે કુંડા અને ચકલી ઘર તેમજ અન્ય માળા આપવામાં આવેલ પરંતુ જતન કરવું અઘરું છે દરરોજ પાણી ભરવા નું પક્ષીઓ ને ચણ નાંખવા તેમજ દરરોજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવી એ કપરી પરિસ્થિતિ છે હાલ કાળઝાળ ગરમીમાં અને બાલાસર ગામ થી ત્રણ કિલોમીટર દુર આવેલા જંગલ વિસ્તારમાં આવેલા બાલાસર પોલીસ ની સેવાઓ ની ભાવના આમ આદમી ને એક અનેરું ઉદાહરણ પૂરું પાડયું છે