ફિઝીયો, એકયુપ્રેશર, સ્પીચ અને સ્પેશિયલ થેરાપી આપી ભૂલકાઓનાં જીવનમાં પાથરાતો પ્રકાશ
રામકૃષ્ણ આશ્રમ આધ્યાત્મિક, સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે ખૂબજ ખ્યાતનામ છે. આશ્રમમાં અનેક પ્રવૃત્તિઓ લોકોની સુખાકારી માટે થાય છે. ત્યારે દિવ્યાંગ બાળકોના જીવનમાં ફેલાયેલા અંધકારને વિવિધ થેરાપી થકી દૂર કરવાનું બિડુ પણ રામકૃષ્ણ આનમે ઝડપ્યું છે . આશ્રમમાં નિષ્ણાંતો દ્વારા શારીરીક અને માનસીક ખોડખાપણ ધરાવતા બાળકોને ફિઝીયો, એકયુપ્રેશર, સ્પીચ અને સ્પેશિયલ થેરાપી આપવામાં આવે છે.
ડો. નિવૃતિવ્યાસ એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે મહાસાગર સીલીબ્રરી હેબલીટેશન સેન્ટર રામકૃષ્ણ આશ્રમ ખાતે કાર્યરત છે. તેમાં તેઓ છેલ્લા દશ વર્ષથી સર્વિસ કરી રહ્યા છે.
આ કેન્દ્ર ઘણા સમયથી અહિયા કાર્યરત છે. આ ડિપાર્ટમેન્ટમાં દરરોજ ૧૫૦ થી ૧૬૦ જેટલા દિવ્યાંગ બાળકોની ઓપીડી થતી હોય છે.જેમાં માનસીક શારીરીક, ર્સ્પશની ખબરના પડતી હોય તેવા વિવિધ પ્રકારનાં બાળકોની ટ્રીટમેન્ટ થાય છે. અહી રાજકોટ બહારથક્ષ તેમજ બીજા રાજયોમાંથી પણ દિવ્યાંગ બાળકો થેરાપી માટે આવતા હોય છે. આ કેન્દ્રમાં ચાર અલગ રીતે થેરાપી આપવામાં આવે છે જેમાં ફિઝીયો થેરાપી, ઓકયુપેશન થેરાપી, સ્પીચ થેરાપી, સ્પેશીયલ એજયુકેશન જેવી ટ્રીટમેન્ટ અપાય છે. આ ચાર થેરાપી દિવ્યાંગ બાળકો માટે ખૂબજ જરૂરી છે. તેના સર્વાત્રીક વિકાસ માટે અમે કાર્ય કરીએ છીએ.