કોંગ્રેસના આગેવાનોએ ગાંધીજીના ત્રણ બંદર જેવી મુદ્રા રચી તંત્રને ઢંઢોળ્યું

ધોરાજી નાં સરદાર ચોક  જેતપુર રોડ પર જુનાગઢ રોડ જમનાવડ રોડ પર સામાન્ય વરસાદ પડતાં મુખ્ય માર્ગો બિસ્માર હાલતમાં થઈ જતાં નાનાં મોટાં વાહનો ચાલકો ને પડતી હાલાકીને કારણે ધોરાજી નાં સામાજીક આગેવાનો દ્વારા મુખ્ય માર્ગો બિસ્માર હાલતમાં થઈ જતાં અનોખો વિરોધ કાર્યક્રમ કર્યો હતો.

ગાંધીનાં ત્રણ વાનરો જેમાં એક વાનર એવું સુચવે છે *ગાંધીજી ના પ્રિય એવા ૩ વાનર એટલે આપણને એક સુંદર સંદેશો આપી જાય છે.જેમાં એક વાનરે પોતાના બન્ને હાથો વડે પોતાનું મોં ઢાંકી દીધું છે જે એમ સૂચવે છે કે  ક્યારેય ખરાબ બોલવું નહી,બીજા ય પોતાના બન્ને હાથો વડે પોતાના બન્ને કાનો બંધ કર્યા એ એમ સૂચવે છે કે ક્યારેય ખરાબ સાંભળવું નહિ.અને ત્રીજા એ પોતાના બન્ને હાથો વડે બન્ને આંખો બંધ કરી છે તે એમ સૂચવે છે કે ક્યારેય ખરાબ ન જોવું જોઈએ. આ રીતે ધોરાજી રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોય ધોરાજી નાં સામાજીક આગેવાન એવાં દિનેશ ભાઈ વોરા અને  વિઠ્ઠલ ભાઈ હિરપરા તથા ગંભીર સિંહ વાળાં એ ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.