રાજકોટ જીલ્લાના ધોરાજીનાં પાવર હાઉસ પાસે અને નાભી રાજ સોસાયટી રોડ પરની ભૂગર્ભ ગટરની કુંડીઓ ઘણાં સમયથી તુટેલી હોય તેમ છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી જેથી લોકો દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.
રાજકોટ જીલ્લાના ધોરાજીનાં પાવર હાઉસ પાસે અને નાભી રાજ સોસાયટી રોડ પર અને જુનાગઢ રોડ આંબાવાડી કોલોની પાસે અને અન્ય ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની ચેમ્બર માં ઉભરાતું ગંદુ પાણી દુષીત પાણી અને ભૂગર્ભ ગટરનાં ઢાંકણા ઓ તૂટી ગયેલ હોય તેમ છતાં અવારનવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી નથીં કરવામાં આવી અને તંત્રની બે કાળજી ને કારણે નાનાં મોટાં અકસ્માતો પણ થાય છે તેમ છતાં આનું નિરાકરણ આવતું ન હતું. જેથી ત્યાનાં વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિકો દ્વારા પોતાની વ્યથા અને જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો જેમાં મુખ્ય માર્ગ પર તુટેલ ભૂગર્ભની કુંડીઓ ન હોય ઘણાં સમય થી ત્યા જ વૃક્ષા રોપણ કાર્યક્રમ કરવામાં આવેલ અને તંત્ર વિરોધનાં સુત્રોચ્ચાર કરવામાં આવી હતી અને પોતાની વ્યથા ઠલવી હતી.