મોરબીના આંગણે આગામી ૨૬ મીએ સૂરોની સરગમ છેડાશે,શાસ્ત્રીય સંગીતક્ષેત્રે પદ્મ વિભુષણ વિદુષીનો ખિતાબ મેળવનારા ગિરિજાદેવીના મુખ્ય શિષ્યા ડો.મોનીકા શાહ મોરબીના મહેમાન બની મોરબીના સંગીતપ્રેમીઓને ઠુમરી,હોરી,ચૈતી,દાદરા,ઝૂલો અને ભજનરસ પીરશસે.
મોરબીમાં સંગીત કલા ક્ષેત્રે કાર્યરત સ્વરાંગણ સંસ્થા અને આરાધના સંગીત એકેડમી દ્વારા આગામી તા.૨૬ ના રોજ મોરબીની ક્લપ્રેમી જનતા માટે મોરબી ટાઉનહોલ ખાતે રાત્રે ૮.૩૦ થી ૧૧ સુધી અનોખા શાસ્ત્રીય સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું છે.
કાર્યક્રમ અંગે સ્વરાંગણ સંસ્થાના હંસરાજભાઈ ગામીએ જણાવ્યું હતું કે મોરબીમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો જવલ્લે જ યોજાતા હોય છે પરિણામે કલા રસિક જનતાને આવા કાર્યક્રમો માણવા કા તો અમદાવાદ મુંબઈ જેવા શહેરોમાં જવું પડે છે અથવા તો આવા કાર્યક્રમોને ટીવી કે ડિવિડીના માધ્યમથી માણવા પડે છે, ક્યારેય લાઈવ આવા સંગીત કાર્યક્રમો માણી શકતા નથી.
આ બાબતને ધ્યાને લઇ સ્વરાંગણ સંસ્થા અને આરાધના એકેડમી દ્વારા આગામી ૨૬ એ મોરબીના કલા રસિક જનતા માટે સૂરીલી સંગીત સંધ્યા યોજવામાં આવી છે જેમાં શાસ્ત્રીય સંગીતક્ષેત્રે પદ્મ વિભુષણ વિદુષીનો ખિતાબ મેળવનારા ગિરિજાદેવીના મુખ્ય શિષ્યા ડો.મોનીકા શાહ સંગીતપ્રેમીઓને ઠુમરી, હોરી, ચૈતી, દાદરા, ઝૂલો અને ભજનરસનો આનંદ અપવશે.