કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 21 દીકરીના લગ્ન કરવાનો સંકલ્પ
રાજકોટનાં આંગણે બોરીચા પરિવારમાં લગ્નનો અવસર છે જે દિનાબેન તથા મેહુલભાઈ નાથાભાઈ ખાંડેખાના પુત્ર જયના લગ્ન સોનલ જયશ્રીબેન તથા નાગજણભાઈ નાનજીભાઈ સવસેટાની પુત્રી તા.5ને શનીવારે વસંતપંચમીએ નાગજણભાઈ નાનજીભાઈ સવસેટા બોરીચા સમાજની વાડીએ ભગવતીપરા ખાતે રાખેલ છે.
અત્યારે લગ્ન પહેલા પ્રિવેડીંગનું ખૂબજ મહત્વ વધ્યું છે. ત્યારે લગ્નમાં લોકો અત્યારે પ્રિવેડીંગમાં પ્રાશ્ર્ચાયત સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરતા હોય છે. ત્યારે ખાંડેખા પરિવાર દ્વારા એકદમ અનોખી રીતે સૌરાષ્ટ્રની ધરતી પર ગામઠી રીતભાત અને જીવનશૈલી પર કર્યું હતુ. પ્રિ-વેડિંગ શુટીંગ જેમાં ઘોડા, હાથી, ગાડા વગેરે તેમજ બોરીચા પરિવારનો ભાતીગળ પહેરવેશ તેમજ બેઠક પણ એકદમ ગામઠી રીતભાતના દર્શન કરાવે છે.
તેમજ હિન્દુ સંસ્કૃતિમાં ત્રણ સંસ્કારોમાંથી એક સંસ્કાર છે. વિવાહ સંસ્કાર વિવાહમાં ઘણા સંસ્કારો હોય છે.જેમાં અલગ અલગ રીતિ રિવાજો હોય છે. લગ્નમાં લેવાયેલા ફેરાઓ એમાનાં એક છે.
ખાંડેખા પરિવારએ બોરીચા સમાજ માટે અનેક કામગીરીઓ હાથ ધરી છે. નવીપેઢી સાથે અને સમયની સાથે બદલાવ આવ્યો છે. પરંતુ ખાંડેખા પરિવાર બદલવાની સાથે સાથે આપણી સંસ્કૃતિને ઉજાગર કર્યો છે.
આ લગ્ન કઈક અનોખા લગ્ન એટલા માટે છે જયના લગ્નની અનોખી કંકોત્રી તૈયાર કરી છે. જેરીતે સવારે લોકો ઉઠતાને સાથે અખબારનું વાંચન કરતા હાય તે રીતે કંકોત્રી આખી અખબાર સ્ટાઈલથી તૈયાર કરવામાં આવી છે. 6 પેઈજની કંકોત્રીમાં લગ્ન સમારોહની રૂપરેખા સાથે ગામઠી સ્ટાઈલમાં પ્રિ-વેડીંગના ફોટો તેમજ બોરીચા સમાજની પરંપરા અને ઈતિહાસ કંકોત્રીમાં ચિતાર આપ્યો છે. કંકોત્રીમાં લગ્નના સાત ફેરા તેનું મહત્વ દર્શાવ્યું છે.
ખાંડેખા પરિવારને ત્યાં લગ્ન સંપન્ન થયા બાદ બંને પરિવાર એટલે ખાંડેખા અને સવસેટા પરિવાર કોરોનાકાળ દરમ્યાન જે દિકરી પિતા વિહોણી બની છે જેમણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તેવી 21 દીકરીઓને તમામ પ્રકારના કરીયાવર સાથે લગ્ન કરાવવામાં આવશે મેહુલભાઈ ખાંડેખા જેમાડી ગ્રુપથી રાજકોટના અગ્રણી છે. તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.
જય બોરીચા અને ગુલાબદાન બારોટ, મિલનભાઈ કોઠારી, સંજયભાઈ બોરીચા, વિજયભાઈ બોરીચા, અબતકની મુલાકાત આવેલા ત્યારે અબતકના મેનેજીંગ તંત્રી સતીષભાઈ મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે છેલ્લા 10 વર્ષ ખાંડેખા પરિવાર સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેમાં દર વર્ષે ગરબી મંડળની 3500 બાળાઓને ભોજન કરાવી લ્હાણી પણ આપે છે.
ખાંડેખા પરિવાર દ્વારા ઠાઠબાઠથી લગ્નની વિધિની સાથે એક સમાજ કાર્યની પણ અનોખી પહેલ ઉપજાવી છે જેમાં માતા-પિતા વિહોણી પુત્રીઓને પરણાવી ખાંડેખા પરિવારના શુભ પ્રસંગને ચાર ચાંદ લગાવશે.