Abtak Media Google News
  • ગોંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી તરફ જતા સર્વિસ રોડ પર મણકા ભાંગી નાખતા ખાડાઓ બૂરી વાહન ચાલકોને રાહત આપી

રાજકોટમાં દર ચોમાસામાં અમુક સમસ્યાઓ રિપીટ થાય છે જેમાં વરસાદી પાણી ભરાવું, રોગચાળો ફાટી નીકળવો અને રસ્તા પર મસમોટા ખાડા પડવા આ સમસ્યાથી દરરોજ હજારો વાહનચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે ત્યારે લોકોની કંમરના મણકા ભાંગી નાખતા ખાડા બુરવાનો નવતર કાર્યક્રમ કોંગ્રેસે આપ્યો હતો.

રાજકોટમાં આમ તો વરસાદ પડતા જ તમામ રાજમાર્ગોનું ધોવાણ થઇ જતું હોય છે ત્યારે હાલ નજીવા વરસાદથી મનપા તંત્રના પાપે અનેક રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે ત્યારે ગોંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી તરફ જતા સર્વિસ રોડ ઉપર એક એક ફૂટના ગાબડાં પડી ગયા છે અહીંયા ઔદ્યોગિક વસાહત હોય દરરોજ હજારો વાહનચાલકો અહીંથી પસાર થઇ રહ્યા છે જે લોકોને ભારે યાતના વેઠવી પડી રહી છે મનપાના સતાધિશો ના ભ્રષ્ટાચારનો ભોગ લોકોને બનવું પડી રહ્યું છે કરવેરો ભરતા હોવા છતાં લોકોને કમરના મણકા ભાંગી નાખતા આ રસ્તાઓ ઉપરથી પસાર થવા મજબુર બનવું પડ્યું છે ત્યારે ભ્રષ્ટાચારમાં ગળાડુબ સતાધિશો  અને આંખે પાટા બાંધીને નિંદ્રાધીન અવસ્થામાં સુઈ ગયેલ મનપા તંત્રને ઢંઢોળવા માટે કોંગ્રેસ દ્વારા ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી સુધીના રાજમાર્ગો ઉપર પડેલા મસમોટા ખાડાઓમાં સ્વખર્ચે માટી અને કપચી નાખી ખાડા બુરવાનું કામ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો જ્યારે બીજી તરફ દૈનિક આ રસ્તા પરથી ચાલતા વાહનચાલકોએ કોંગ્રેસની આ કામગીરીને બિરદાવી હતી અને હવે વાહન ચલાવવામાં થોડી રાહત થશે તેવું જણાવ્યું હતું.

કોંગ્રેસે ખાડા પૂરવા માટે  હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

રાજકોટ કોંગ્રેસની ખાડા પૂરવા માટેની હેલ્પલાઇન રાજકોટની જનતાને ક્યાંય પણ ખાડા દેખાય અને કોર્પોરેશન કે તંત્ર પુરવા ન આવતું હોય તો રાજકોટ કોંગ્રેસના આગેવાનો ના નંબર જેમના પર ફોન કરતા ખાડો પુરવામાં આવશે.જેમાં જશવંતસિંહ ભટ્ટી ( 9825222022) ગોપાલ અનડકટ (8000003003) ઘનશ્યામસિંહ જાડેજા(9574400090) રણજીત મુંધવા (9374124335)નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.