વિરોધ પક્ષ નેતા વશરામભાઇ સાગઠીયાના પ્રેરણાદાયી કાર્યની સરાહના

શહેરીજનોએ લીધી અનાથ વિકલાંગ, ગરીબ બાળકો સાથે સેલ્ફી

રાજકોટ મહાનગર પાલિકાના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા અનોખો પતંગોત્સવ યોજાયો હતો. જેનાથી વિકલાંગ, અનાથ અને ગરીબ બાળકોના ચહેરા ખુશીથી મલકાયા હતા.

અલમીન માનવસેવા ચેરીટેબલ એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા રેસકોર્સમાં વિકલાંગ બાળકો તેમજ પછાત વિસ્તારના બાળકો માટે ભવ્ય પતંગોત્સવનું આયોજન કરાયું હતું.

આ કાર્યને બીરદાવતા ડે.પોલીસ કમિશ્નર  કરણરાજ વાધેલાએ જણાવ્યું હતું કે, જાહેર જીવનની સાથે સામાજીક રીતે અનેકવિધ પ્રવૃતિએ કરતા વશરામભાઇ સાગઠીયા સમાજ માટે એક નવો રાડ ચીંધે છે. અને ઉ૫સ્થિત વીકલાંગ બાળકો તેમજ પછાત બાળકો માટે પતંગોત્સવ તેમજ અલગ અલગ રાઇડસોની મજા બાળકો આખો દિવસ માણશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉ૫સ્થિત કોર્પોરેટર વતી પ્રતિભાવ આપતા શ્રીમતિ ગાયત્રીબા વાધેલાએ જણાવ્યું હતું કે જાહેરજીવનની સાથે સામાજીક ઉતર દાયીત્ય નીભાવી રહેલા વશરામભાઇ સાગઠીયા સમાજ માટે પ્રેરણા રુપ છે. કોઇપણ પ્રકારના હાઇફાઇ કે ખર્ચા એ વગર પોતાના પરીવાર દ્વારા આયોજીત આ કાર્યક્રમને બીરદાવી અનેક કાયો કરે અને ઇશ્ર્વર તેમને શકિત આપે અને સામાજીક કાર્યો થતી તેમને હર હંમેશ સમાજના આશીર્વાદ મળતા રહે તેવી શુભકામનાઓ મળતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

વશરામભાઇ સાગઠીયા દ્વારા પોતાના માતા-પિતાના નામ ઉ૫રથી શરુ કરાયેલ આ ટ્રસ્ટની સામાજીક પ્રવૃતિઓનો વિસ્તૃત ચીતાર આપી ઉ૫સ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.

કાર્યક્રમમાં ડી.સી.પી. કરણરાજ વાઘેલા, ડીસ્ટ્રીકટ જજ રાઠોડ, કોર્પોરેટરો ગાયત્રીબા વાધેલા, અલ્કેશ ચાવડા, મનુભાઇ ઘાધલ, ભીમજીભાઇ મકવાણા, મયુરસિંહ જાડેજા, જેન્તીભાઇ મહેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઇ બથવાર, જેઠાભાઇ સાગઠીયા, ચનાભાઇ સાગઠીયા, ડાયાભાઇ સાગઠીયા ખીમજીભાઇ સાગઠીયા, ગીતાબેન પુરવીયા, દીલીપભાઇ સાસવાણી, સીમીબેન જાદવ,  રેખાબેન ગજેરા, વસંતબેન માલવી, ઘનશ્યામસિંહ જાડેજા, પરેશભાઇ હરસોડા, ઉવર્શીબા જાડેજા, વિજયભાઇ વાંક સંજયભાઇ અજુડીયા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા, નીતીનભાઇ રામાણી, મારુબેન હેરમા, ભાનુબેન સોરાણી, રસીલાબેન ગરૈયા, હારુનભાઇ ડાકોરા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, ઘનશ્યામસિંહ જાડેજા, મેનાબેન જાદવ, ધર્મીષ્ઠાબા જાડેજા, અશોકસિંહ વાઘેલા, દીપકભાઇ પુરવીયા, અનીલભાઇ જાદવ, ઠાકરશીભાઇ ગજેરા, મયુરભાઇ માલવી, કનકસિંહ જાડેજા,  ગોપાલભાઇ અનડકટ, જગદીશભાઇ સખીયા, યુવરાજસિંહ ઝાલા, કિશન પરસાડીયા, ચેતનભાઇ માણસુરીયા,: ભાવેશ પટેલ, લલીત પરમાર, રાજુભાઇ સાગઠીયા, તળશીભાઇ હિરાભાઇ પરમાર, વશરામભાઇ, બીપીનભાઇ રાઠોડ વાલજીભાઇ લકકડ ઉ૫સ્થિત રહ્યા હતા.

આ ટ્રસ્ટના આ કાર્યક્રમો સફળ બનાવવા અમલીન ટ્રસ્ટના સભ્યશ્રી બીપીનભાઇ સાગઠીયા, નરેશભાઇ પરમાર, હિરાલાલ પરમાર, અરવિંદભાઇ મુછડીયા, ભીમજીભાઇ મકવાણા, પુનાભાઇ ચાવડા, તુલસીભાઇ, દેવજીભાઇ સોલંકી જહેમત ઉઠાવી હતી તેમ કાર્યાલય મંત્રી વિરલભટ્ટની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.