હેડ પોસ્ટ ઓફિસ, સહિત શહેરના પ્રખ્યાત પંચનાથ મહાદેવ, ધારેશ્ર્વર મહાદેવ, આશાપુરા માતાજી મંદિર સહિતના સ્થળોએ રાખડી મોકવા વિશેષ કેમ્પ ગોઠવાયા, બહેનો રવિવાર સુધી કેમ્પનો લાભ લઇ શકશે: દરરોજની પાંચ હજારથી વધુ રાખડી થાય છે પોસ્ટ: અત્યાર સુધીમાં પચાસ હજારથી વધુ રાખડીઓ રાજકોટથી પોસ્ટ કરાઇ
ભારતદેશ તહેવારો દેશ છે. તેમાં રક્ષાબંધન તહેવારએ ભાઇ-બહેન માટે ખૂબ જ વિશેષ દિવસ કહેવાય છે. દરેક બહેન પોતાના ભાઇને રાખડી બાંધતી હોય છે. જો તે બીજા શહેર કે ગામમાં હોય તો તેને રાખડી પહોંચાડતી હોય છે. ત્યારે રાજકોટથી દેશભરમાં રાખડી મોકલવા અંગે પોસ્ટ વિભાગ એક ઉતમ સાધન ગણી શકાય. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત પોસ્ટ વિભાગ દ્વારા શહેરના જાણીતા પંચનાથ પ્લોટ, ધારેશ્ર્વર મંદિર તથા આજરોજ આશાપૂરા મંદિર ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. જેથી લોકોએ દૂર દૂરથી પોસ્ટ ઓફિસ આવવું ન પડે.
હું દર વર્ષે પોસ્ટ મારફતે જ રાખડી મોકલું: હર્ષા મજેઠીયા
અબતક સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે મારો ભાઇ નોકરી ધંધા અર્થે પુના શહેરમાં રહે છે. હું દર વર્ષે પોસ્ટ મારફતે રાખડી મોકલાવું છું દર વર્ષે સમયસર રાખડી પહોંચી જાય છે. તેની દર વર્ષે મારો આગ્રહ પોસ્ટમાં જ રાખડી મોકલવાનો હોય છે. કુરિયર મારફતે જો મોકલીતો પૈસા વધુ આપવા પડે. પરંતુ પોસ્ટ મારફતે મોકલી તો પૈસા ઓછા અને સમયસર પહોંચી જાય છે. તેમાં પણ આ વખતે તો એવું પણ જાણવા મળેલ કે અમારા લોકોની સેફટી સલામતી ધ્યાને રાખીને પોસ્ટ વિભાગ દ્વારા શહેરના જાણીતા મંદિરોમાં પણ કેમ્પ કરેલ જેથી સરળતાથી ત્યાં જ રાખડી પોસ્ટ કરી શકીએ. આ એક સારું કાર્ય પોસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જે સરાહનીય છે.
પ્રથમ વખતે શહેરના અનેક મંદિરમાં રાખડી મોકલવા માટે કેમ્પ યોજાયા: એમ.કે. પરમાર
અબતક સાથેની વાતચીત દરમિયાન સીનીયર સુપ્રિડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ એમ.કે. પરમારએ જણાવ્યું હતું કે રક્ષાબંધનને અનુલક્ષીને પોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખડી મોકલવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે કોવિડ-૧૯ના કારણે એક અલગ રીતે વ્યવસ્થા કરેલ સરકારની ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટનસીંગ ત્યારે લોકો વધુ ભેગા ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે અમારી સર્કલ ઓફિસની સૂચના પ્રમાણે અમે ધણી જગ્યા કે ધારેશ્ર્વર મંદિર, આશાપુરા મંદિર, પંચનાથ મંદિર વગેરે. જયા લોકોની આવન-જાવન વધુ હોય ત્યાં અમે કેમ્પ કર્યો છે. ત્યાં રાખડી બહેનો આપી શકે છે. ઉપરાંત કવર પણ અમે ત્યાં વેચીએ છીએ. જેથી ત્યાં જ પેક કરી પોસ્ટ કરી શકે. ઉપરાંત ગુંદાવાડી સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, ભકિતનગર સર્કલ હુડકો પાસે વિવેકાનંદનગર વગેરે જગ્યાએ પણ કેમ્પ કર્યા છે અને અમો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અને રાજકોટથી નીકળી તે તે જ દિવસે ડેસ્ટીનેશન પર વહેલી તકે પહોંચે તે માટે પ્રયાસો કરેલ છે. દરરોજની પાંચથી સાત હજારની આસપાસ રાખડી જતી હોય છે. અત્યાર સુધીમાં પચાર હજારથી વધુ રાખડી પોસ્ટ થઇ ચૂકી છે. આ વખતે સોમવારના રોજ રક્ષાબંધન આવે છે. તેના આગલા દિવસે રવિવાર છે. રજાનો દિવસ છે. રાખડી દરેક બહેનની તેના ભાઇ સુધી વહેલી તકે પહોચે તે માટે આ વર્ષે રવિવારના રોજ રાજકોટ જિલ્લાની રવિવારના સાંજે અમારી ઓફિસે રાખી મીલ્સના નામે એક પણ કાગળ નહીં હોય.