હોમ આઇસોલેટ કોવિડ દર્દીઓને આઈએમએ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના સંયુક્ત ઉપક્રમે ટેલિ મેડિકલ હેલ્પલાઇનનો લાભ મળશે
કોરોના મહામારીની બીજી લહેરમાં સમગ્ર ગુજરાતની સાથે દેશમાં પણ સંક્રમણ વધ્યુ છે. કોરોનાના આ કપરા કાળમાં રાજકોટ જિલ્લો કોરોના મુક્ત બને અને લોકો જલ્દીથી જલ્દી સ્વસ્થ થાય તેવા ઉમદા હેતુથી જિલ્લામાં વસવાટ કરતા, કોરોનાગ્રસ્ત દર્દીઓ કે જેઓ હાલ હોમ આઇસોલેટ થયા છે, તેમને ઈંખઅ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના સંયુક્ત ઉપક્રમે ટેલિ મેડિકલ હેલ્પલાઇનનો લાભ મળશે. આ માટે કોવિડ દર્દીઓ કે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે અને ઘરેજ સારવાર લેવા માંગતા હોય તે આ નંબર પર કોલ કરી મદદ માંગી શકે છે. જેના હેલ્પલાઇન નંબર – 90541 60661 / 62 / 63 / 64 / 65. આ 5 નંબર પર રજીસ્ટ્રેશન દરરોજ સવારના 09:30 થી 02:00 અને સાંજે 03:00 થી 05:00 દરમ્યાન કરી શકાશે. ત્યારબાદ કોલ સેન્ટર દ્વારા ડોક્ટર સાથે તેમને વિડીયો કોલ દ્વારા જોડી આપવામાં આવશે. આ માટે પેશન્ટ પાસે કોવિડ પોઝિટિવ રિપોર્ટ હોવો અનિવાર્ય છે. અને તેમની પાસે વોટ્સએપ તથા ફોનની સુવિધા જરૂરી છે. જો દર્દીઓ પાસે કોવિડ માટે અન્ય કોઈ રિપોર્ટ કરાવેલ હોય તો તે પણ મોકલી શકે છે જેના દ્વારા ડોક્ટર તેમનું નિદાન કરશે.
ઉલ્લેખનીય છે કે આ સેવા બેડ, ઓકિસજન, વેન્ટિલેટર કે એમ્બ્યુલન્સ માટે નથી. અહીં માત્ર ને માત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓ કે જેમનેે કોરોનાના હળવા લક્ષણો છે તેમને ડોકટર દ્વારા સુયોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. કોરોનાગ્રસ્ત ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને ઘરની બહાર નીકળ્યા વિના સચોટ સારવાર મળે તે આ સેવાનો મુખ્ય હેતુ છે. તેમજ દર્દીઓને કોવિડ માટે જરૂરી દરેક બ્લડ રીપોર્ટ રોટરી મિડટાઉન ની લલિતાલય હોસ્પિટલમાં રાહત દરે થઈ શકશે. જે ગીત ગુર્જરી સોસાયટી, એરપોર્ટ રોડ પર આવેલ છે જેના ફોન નંબર 94093 30034 છે. આ પ્રોજેક્ટનું સંચાલન અમીનેષભાઈ રૂપાણી, રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉનના દિવ્યેશભાઈ અઘેરા, તપનભાઈ ચંદારાણા તેમજ ઈંખઅ માંથી ડો.જય ધીરવાણી કરી રહ્યા છે. સાથોસાથ ઈંખઅ ડોકટર્સ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન કલબના મેમ્બર ઉપરાંત રોટરી મિડટાઉન લાઈબ્રેરીનો સમગ્ર સ્ટાફ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનો પણ સંપૂર્ણ સહયોગ આ કાર્યમાં સાંપડ્યો છે.
હેલ્પલાઇન નંબર પર દરરોજ સવારના 9:30 થી 2:00 અને સાંજે 3:00 થી 5:00 દરમ્યાન કરી શકાશે: આ સેવા બેડ, ઓકિસજન, વેન્ટિલેટર કે એમ્બ્યુલન્સ માટે નથી:
અહીં માત્રને માત્ર દર્દીઓને ડોકટર દ્વારા મેડિકલ માર્ગદર્શન અપાશે
રોટરી મિડટાઉન ના પ્રમુખ દિનેશભાઇ જીવરાજાની, મિતુલભાઈ કડવાણી ઉપરાંત ઈંખઅની વાત કરીએ તો ઈંખઅ રાજકોટના પ્રમુખ ડો.પ્રફુલ કમાણી સચિવ ડો.દુષ્યંત ગોંડલીયા, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડો.પારસ શાહ, ડો.રુકેશ ઘોડાસરા, ડો.હેતલ વડેરા, ડો. વિમલ સરદ્વા, ડો.બિરજુ મોરી, ડો અતુલ પંડ્યા,ડો. ભરત કાકડિયા, ડો.ભાવિન કોઠારી, ડો.અમિત હાપાણી ડો.ચેતન લાલસેતા, ડો.હિરેન કોઠારી, ડો.રશ્મિ ઉપાધ્યાય, ડો.કીર્તિ પટેલ, ડો.દિપેશ ભલાણી, ડો. સંજય ભટ્ટ, ડો.તેજસ કરમટા, ડો.અમિત અગ્રાવત અને ડો.દેવેન્દ્ર રાખોલિયાએ જહેમત ઉઠાવી છે.