હાલના સમયમાં રોકડને બદલે ઓનલાઇન નાણાંકિય લેવડ દેવડ બધું સગવડ વાળી અને ઘર બેઠા મોબાઈલ દ્વારા થવાથી લોકો તેનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. આવા સમયે ફ્રોડ લોકો આવી સુવિધામાં એન કેન પ્રકારે છેદ પાડી ભોળા લોકોને છેતરી રહ્યા છે. લોકોને નાણાકીય નુકશાન પહોચાડી રહ્યા છે. આવા ઓનલાઇન ફ્રોડથી લોકોને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને બચાવવા અને સાવધાન કરવા પોલીસ અધિકારીઓના સહકારથી એક સેશનનું આયોજન મૈત્રી રોડ, લાઇબ્રેરી પાસે, આદિપુર કરવામાં આવ્યું હતું.
જે સેશનમાં બહોળી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા અને ઓનલાઈન ફ્રોડ કંઈ રીતે થાય છે તેનાથી માહિતગાર થયેલ. આ સત્રમાં સાઇબર ક્રાઇમ વિભાગના હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ દ્વારા સાઇબર ક્રાઇમ કઈ રીતે થાય છે અને તેને કઇ રીતે રોકી શકાય તેને લગતી સધળી માહિતી સવિસ્તાર રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત પ્રશ્નોતરી પણ કરવામાં આવી. પોલીસ વિભાગ લોકોને આ બાબતે સહકાર આપવા માટે તથા ગુમાવેલા નાણાં પાછા મેળવી આપવા માટે પણ તત્પર રહે છે તેવું જણાવવામાં આવ્યું હતું.
આ સેશન દરમ્યાન એસઆરસીનાં બે ડાયરેક્ટરો પ્રેમભાઈ લાલવાણી અને સેવક લખવાની તથા સિંધી સેવા મંચના સંસ્થાપક કમલેશભાઈ માયદાસાનિ, આદિપુર પોલીસ ઇન્સ્પેક્ટર ડી. જી. પટેલ , પોલીસ કોન્સ્ટેબલ પ્રગનેશભાઈ રાઠોડ, વૈભવીબેન ગોર, ભારતીબેન માખીજાણી, દિપેનભાઈ જોડ, બિનિતાબેન બંસલ પણ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન બીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત આયોજન પૂજા પારિયાની દ્વારા પ્રતાપ સમાધી, પ્રોફેસર એન. આર. મલકાની પબ્લિક લાઇબ્રેરી, મૈત્રી રોડ, આદિપુર ખાતે કરવામાં આવ્યું હતું.
અહેવાલ: ભારતી માખીજાણી