સુઇ–ધાગા ફિલ્મનો લોગો કમ્પ્યુટરની મદદથી બનાવવાને બદલે વિવિધ રાજ્યના હસ્તકલાના કારીગરો પાસે તૈયાર કરાવાયો
બોલિવૂડમાં હવે મેકર્સ ફિલ્મના પ્રમોશનને યુનિક બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. અનુષ્કા શર્મા અને વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ સુઈ–ધાગાની પ્રમોશન ટીમે અત્યાર સુધીનો સૌથી ક્રિએટીવ આઈડિયા લઈને આવ્યા છે.યશરાજ બેનરની ફિલ્મ સુઈ–ધાગાના લોગોને બનાવવામાં ઘણી મહેનત કરવામાં આવી છે. ફિલ્મનો લોગો કમ્પ્યુટર પર ગ્રાફિક્સની મદદથી તૈયાર કરવામાં નથી આવ્યો.
આ લોગો દેશભરના અલગ અલગ રાજ્યોના હસ્તકલાના કારીગરોએ તૈયાર કર્યો છે.કાશ્મીર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, અસમ વગેરેના એમ્બ્રોડરીના આર્ટિસ્ટ્સ પાસે લોકો તૈયાર કરાવ્યો છે. હવે ફિલ્મના પ્રમોશન દરમિયાન આ દરેક લોગોનો ઉપયોગ કરવામાં આવશે.
યૂટ્યુબ પર આ આખી પ્રોસેસનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને અત્યારે ટ્રેન્ડિંગમાં ટોપ પર છે.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં વરુણ એક દરજીનો રોલ કરશે અને અનુષ્કા એક એમ્બ્રોઈડરનો રોલ કરશે. આ ફિલ્મનું ડિરેક્શન શરત કટારિયાએ કર્યું છે. ફિલ્મ ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રીલિઝ થશે.