રાજુલા શહેરના દેશભક્ત અને સેવાભાવી યુવાનો દ્વારા સવારે બસ સ્ટેન્ડની સામે ચાની કીટલી શરૂ કરીને તેમજ બપોર બાદ દુકાનો-દુકાનોએ ફરીને સાંજના ૪ વાગ્યાથી રાત્રીના ૮ વાગ્યા સુધી શહિદ પરિવારોને મદદરૂપ થવા માટે લોકોની પાસે જોળી ફેરવવામાં આવેલ હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયેલ હતા.
આ જોળી ફેરવવા આવેલ તે દરમ્યાન રાજુલા પોલીસ સ્ટેશન પાસે પાકિસ્તાનના પુતળાનું દહન કરવામાં આવ્યું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા. યુવાનો દ્વારા જે લોકો સમક્ષ ટહેલ નાખવામાં આવેલ તેમાં રાજુલા શહેરની જનતા દ્વારા પણ સારો પ્રતિસાદ મળ્યો. ૧ લાખ ૫૭ હજાર જેટલી રકમ ફકત ચાર જ કલાકમાં દાન આપીને ખૂબ દેશ દાઝ બતાવેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં દિપક મકવાણા, દિનેશ બાખરીયા, વિજય કાચા, શૈલેશ વાલા તેમજ વનરાજભાઈ વરૂ, જગદીશભાઈ ઝાંખરા, વિરભદ્રભાઈ ડાભીયા વગેરે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને સરાહનીય કામગીરી બજાવેલ હતી.