સૌરાષ્ટ્રની ધરા સેવાકીય પ્રવૃત્તિઓ માટે હરહંમેશ અગ્રેસર રહી છે. લોકડાઉનના સમયમાં પણ અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા અવિરત સેવાપ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
ત્યારે ખાસ પડધરી તાલુકાની વાત કરીએ તો બોડીઘોડી ગામના સેવાભાવી સરપંચ દ્વારા અનેક સેવાકીય સેવાભાવી સરપંચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અજીતભાઈ નાથાભાઈ નકુમ કોરોના મહામારીના કપરા સમયમાં પણ અનેક પ્રકારે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. હાલ પડધરી તાલુકાના બોડીઘોડી ગામે આંગણવાડી અને આરોગ્ય કર્મચારીઓની સારી કામગીરીને બિરદાવતા અજીતભાઈએ એર કુલર, કબાટ, ટેબલ ખુરશી સ્વખર્ચે ખરીદી અનુદાન કર્યું હતુ અજીતભાઈની આ સેવાકીય પહેલ બદલ આંગણવાડી અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો.