રાજાધિરાજ દ્વારકાધીશનું નિવાસ સ્થાન ગણાતા
સંશોધનોમાં બેટ દ્વારકાની ભૂમિ પરથી મળ્યા અલગ-અલગ સમયનાઅવશેષો
ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ દ્વારકામાં જેવી રીતે દ્વારકાનગરીએ ભગવાનનું શાસન કરવાનું સ્થળ ગણાય છે તેવી જ રીતે બેટ દ્વારકાએ ભગવાનનુંશયનસ્થળ તરીકે જાણીતું છે. બેટ દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં આવેલા મંદિરો ઉપરાંતઅહીં દ્વારકાધીશ, નીલકંઠ મહાદેવ, ધીંગેશ્ર્વરમહાદેવ, શંખનારાયણ અનેઅભયા માતા જેવા અન્ય મંદિરો અઢારમી સદીની પછીના ભાગમાં બંધાયા છે.
મોટાભાગનાંમંદિરો પ્રાચીન સ્થાન પર ઉભા કરવામાં આવ્યા છે. વીસમી સદીના ત્રીજા દસકામાંહીરાનંદ શાસ્ત્રીએ ધીંગેશ્ર્વર મહાદેવ મંદિર પછવાડે આવેલા નીલકંઠ મહાદેવ પાસેઉત્ખનન કર્યું હતું ત્યાં તેમને પ્રોટો-હિસ્ટરીક વસાહત જોવા મળી હતી. ત્યાંથી મળેલામાટીના અવશેષ પર મોર્ચની-બ્રાહ્મી લીપીમાં નંદકાસ એમ લખેલ હતું. આથી ઈસુ પહેલાનાંત્રીજા સૈકામાં કે તેથી થોડું વહેલું આ વસાહત સ્થપાઈ હશે એવું સુચન સાંપડે છે.૧૯૫૦માં બેટ દ્વારકામાં વધુ સંશોધન કરવામાં આવ્યું.
૧૯૭૯-૮૦માં ફરીથી સંશોધન હાથ પર લેવામાં આવ્યું. ત્યારેસીદી બાવાપીર સમીપ આવેલી ભેખડોમાંથી હડપ્પાયુગના છેલ્લા કાળના માટીના વાસણો મળીઆવ્યા હતા. કોઈ બાંધકામ ત્યાં જોવા મળ્યું ન હતું. મહાભારત કાળનું કોઈ નગર અહીંસમુદ્રમાં ગરકાવ થયું છે. એવું સાબિત કરતું કોઈ બાંધકામ હાથ આવ્યું ન હતું.૧૯૮૨માં કરવામાં આવેલા વિસ્તૃત સર્વેક્ષણ દરમ્યાન પથ્થરની બનાવેલી લગભગ ૫૦૦ મીટરલાંબી સંરક્ષણ દિવાલ સીદી બાવાપીરની ઉતરેથી મળી આવી હતી. દિવાલને સમુદ્રે ખુબ જનુકસાન કર્યું છે.
અહીંથી લાલ, ચળકતા માટીના વાસણો મળી આવ્યા હતા. અહીંથી મળેલા અવશેષોમાંએક છિદ્રાળુ વાસણ (જે ઘણું કરીને ધુપીયું હોઈ શકે), ભાલાની અણી ઢાળવાનું બીબું અને ચળકતીસપાટીવાળું વાસણ ગણનાપાત્ર લેખાય છે. માટીના વાસણો તથા દીવાલ પરથી કલ્પી શકાય છેકે ભુતકાળમાં બેટ દ્વારકા બંદર હતું અને સમુદ્રના તોફાનોને કારણે તે નાશ પામ્યુંહતું. સમુદ્રમાં ઓટ હતી ત્યારે મોજાથી તુટી ગયેલું એક ફલક મળી આવ્યું હતું. તે૨૨૦-૧૪૦ મીટર જેવડુ લાંબુ હતું.
કિનારાથી સમુદ્રમાં ૧૮૦ મીટર સુધીમાં મોટા કદના પથ્થરોહારબંધ પડેલા દેખાયા હતા. પથ્થરનું કદ (૧૦.૬૦.૫ મીટર) જોતા મોજાથી કે પાણીનાપ્રવાહથી અથવા કોઈ સ્થાનિક ચણતર તુટવાથી એ અવશેષ હોવા જોઈએ. તેનો પાસાદાર આકાર અનેતેની રચના બતાવે છે કે એ પથ્થરો વીસ મીટર લાંબી દિવાલ બાંધવા માટે વપરાયેલા હોવાજોઈએ. આ જ કદના ઢગલાબંધ પથ્થરો કિનારે પણ જોવા મળ્યાં છે.
ભરતી-ઓટના વિસ્તારમાંથીકોતરેલાં લખાણવાળી એક ઝારીનો ટુકડો પણ મળી આવેલ છે. બાલાપર ઉપસાગરનો તટીય ખાંચોમોજા અને પાણીના પ્રવાહના મારથી સપાટ બન્યો છે અને કસ્ટમ હાઉસ અને દરગાહપીરવચ્ચેના ભાગમાં નાનકડો ઉપસાગર બન્યો છે.