એક હજારથી વધુ દિવ્યાંગો માટે ખેલ મહાકુંભ અને પેરાઓલિમ્પિક દર વર્ષે આયોજન કરીને રાજય તથા નેશનલ કક્ષાએ આગળ મોકલાય છે
રાજકોટ શહેરમાં દિવ્યાંગો માટે કાર્ય કરતી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા દોઢ દાયકાથી વિવિધ પ્રવૃત્તિ પ્રોજેકટ ચલાવીને તેને સ્વનિર્ભર બનાવવા કાર્યો કરી રહી છે. હાલ સંસ્થામાં અકે હજારથી વધુ સભ્ય નોંધણી થયેલ છે. શહેરનાં વિકલાંગોને આર્થિક સામાજીક અને શૈક્ષણીક જરીયાતમાં સહાયભૂત થઈને સંસ્થા ખૂબજ સક્રિય થતાથી કાર્યકરે છે.
યુનિક વિકલાંગ ટ્રસ્ટ ઓર્થોપેડીકના ખેલ મહાકુંભ તથા પેરા ઓલમ્પીકમાં સંયોજક તરીકે કાર્ય કરીને દિવ્યાંગોની સ્કીલને પ્રોત્સાહન આપે છે. સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈ પંડયા એ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે હાલ સરકારશ્રીની ધણી યોજના અમોને મદદપ થાય છે. પણ હજી ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સમાજના દરેક વર્ગોનો સહયોગ અમારે માટે જરી છે.
સાધન સહાય શિક્ષણ સહાય કૌશલ્ય વિકાસ કોમ્પ્યુટર સેન્ટર, સિનીયર સીટીઝન કલબ, મફત દવાખાનું મેરેજ બ્યુરો જેવા પ્રોજેકટ હાલ ચાલી રહ્યા છે. ભવિષ્યમાં બીજા પ્રોજેકટ શ કરવા હાલ કાર્ય કરી રહ્યા છે.
શૈલેષ પંડયાએ વધુમા જણાવેલ કે દિવ્યાંગોના જયાં કામ અટકે ત્યાં અમા કામ શ થાય છે. અત્યાર સુધીમાં સ્પોર્ટસમાં ૧ આંતરરાષ્ટ્રીયને ૧૮ નેશનલ લેવલનાં મેડળો રાજકોટનાં દિવ્યાંગોએ મેળવેલ છે. જે એક ગૌરવની વાત છે. રાજકોટનાં દિવ્યાંગો સ્વીમીંગ, વેઈટલીફટીંગ, ગોળાફેંક, લાંબી ઉંચી કુદ, દોડ, ભાલા ચક્રફેંકમાં ખૂબજ સારો દેખાવ કરે છે. ગયા વર્ષે ખાસ સેરેબલ પાલ્સી (સી.પી.) ચાઈલ્ડ માટે ખેલમહાકુંભ યોજાયો હતો. જેમા ૩૦૦થી વધુ બાળકો જોડાયા હતા.
યુનિક વિકલાંગ સ્પોર્ટ્સમાં વિશેષ કાર્યરત હોય કોઈ પારંગત ખેલાડીને બહાર રમવા જવાનું હોય ત્યારે રહેવા-જમવા-આવવા જવાનું ભાડુ ટ્રેકસુટ જેવી તમામ મદદ કરે છે. કોરોના મહામારીમાં પણ ૧૦૦ દિવ્યાંગોને રાશનકીટ વિતરણ કરાયું છે.
યુનિક વિકલાંક સ્પોર્ટસમાં વિશેષ કાર્યરત હોલ કોઈ પારંગત ખેલાડીને બહાર રમવા જવાનું હોય ત્યારે રહેવા જમવ, આવવા જવાનું ભાડુ ટ્રેકસુટ જેવી તમામ મદદ કરે છે.કોરોના મહામારીમાં પણ ૧૦૦ દિવ્યાંગોને રાશનકિટ વિતરણ કરાયું હતુ.
સમગ્ર પ્રોજેકટમાં જયેશ પંડયા, અર્જુન ડાંગર સાથે દિવ્યાંગો સંજય પંડયા, નિતીન પંડયા, બલરામ સોનૈયા, અમિત વ્યાસ, જયેશ રાઠોડ, દિનેશ ગાંગાણી, હરેશ મુંગરા સહિતનાં કમીટીમાં કાર્યરત છે.સંસ્થાની હેલ્પલાઈન શૈલેષ પંડયા- ૯૨૭૭૮૦૭૭૭૮ અને ઓફીસ આનંદનગર કવાટર્સ શાળા નં. ૫૫ બગીચા સામે કાર્યરત છે. જરિયાતમંદોએ સંપર્ક કરવો.
આ છે, દિવ્યાંગોની માંગણી
* દિવ્યાંગો માટે રમત ગમત માટે અલગ ગ્રાઉન્ડ બનાવવું કારણે કોમન ગ્રાઉન્ડમાં ઘોડી-વ્હીલચેર-લોખંડના બુટ સાથે અંદર આવવા ન દેતા તેને માટે અલગ ગ્રાઉન્ડ બનાવવું.
* સેઈમ ડે વિકલાંગતાનું સર્ટી મળી જાય તેવી વ્યવસ્થા ઉભી કરવી.
* અમુક યોજનામાં બીપીએલ રાજકોટ મ.ન.પા.નું માંગતા હોય તે તેને કાઢી આપવાની માંગણી.
* સ્પોર્ટ્સમાં આંતરરાષ્ટ્રીય તથા નેશનલ લેવલે મેડલ વિજેતાને વિશેષ લાભ આપવા.