કલકત્તી સાડીમાં અવનવી ટ્રેડીશ્નલ સ્ટાઈલ રાજકોટની માનુનીઓમાં ફેવરીટ
રાજકોટની ફેશનપ્રિય જનતા ભલે મોર્ડન હોય પણ આજના સમયમાં પણ સ્ત્રીઓ કોઈપણ સારો પ્રસંગ હોય તો પરિધાનમાં પરંપરાગત સાડીના પહેરવેશનો આગ્રહ રાખે છે. ડિઝાઈન અને વિચારો મોર્ડનાઈઝ જરૂર થયા છે પરંતુ આજે પણ સાડી ભારતીય નારીની ઓળખ છે. જો કે, સાડીની ડિઝાઈન અને ફેશનના જરૂર ફેરફારો આવ્યા છે. આજે પણ ગુજરાતની બાંધણી અને મહામુલ્ય પટોળા વિશ્ર્વભરમાં આગવી ઓળખ ધરાવે છે તેમ કલકત્તાની સાડી પણ ભારતીય મહિલાઓમાં પસંદગીમાં મોખરે છે. જો કે, સાડી હોય કે, ડિઝાઈનર લહેંગા તેમાં આજે ફેશન ડિઝાઈનરોનો મહત્વનો ફાળો જોવા મળે છે. સેલીબ વેડીંગ ફેશનની વાત કરવામાં આવે તો તેમના લહેંગા-ચોલી લાંબો સમયને લઈને હજારો કારીગરો દ્વારા ઝીણવટપૂર્વક કારીગરીથી બનાવવામાં આવે છે. જો કે, આ ફેશન અને ડ્રેસીંગ સેન્સમાં રાજકોટની માનુનીઓ પણ પાછળ નથી.
ફેશન એ એક શૈલી અને જે-તે સમયની માંગ છે. કેટલાંક નિષ્ણાંતોનુ કહેવું છે કે ફેશનમાં વારંવાર બદલાતી પહેરવેશની શૈલીઓ ગ્રામ્ય વસ્તીમાં વિશિષ્ટ પાશ્ર્ચાત્ય ટેવના કારણે છે. હાલના સમયની વાત કરીએ તો આજકાલ ફેશન ઈન્ડસ્ટ્રીમાં ફેશન, ડિઝાઈનર્સનું મહત્વ ખૂબ વધી ગયું છે. અત્યાર સુધી લોકો એવું માનતા હતા કે ફેશન ડિઝાઈનર્સનું સ્થાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જ હોય છે પરંતુ હવે એવું રહ્યું નથી. હાલમાં ચર્ચામાં આવેલ વિરાટ-અનુષ્કા, દિપિકા-રણવીર, પ્રિયંકા-નીક, ઈશા-પરિમલ, સોનમ-આનંદ વગેરે જોડીઓના લગ્ન ઉપરાંત તેમણે પહેરેલા તેમજ તેમાં આમંત્રીત થયેલાં સિને સ્ટાર્સ દ્વારા પહેરાયેલા ડિઝાઈનર વસ્ત્રો વધુ ચર્ચામાં હતા, પરંતુ આ બધાની પાછળ મોટી મહેનત ફેશન ડિઝાઈનર્સની છે. છેલ્લા એક દાયકાની અંદર મનીષ મલ્હોત્રા, સબ્યાસાચી, અનિતા ડોંગરે, નીતા લૂલા, રીતુ કુમાર, રોહિત વર્મા વગેરેએ ફેશનની દુનિયા બદલવામાં મોટો ભાગ ભજવ્યો છે. ત્યારે રાજકોટમાં પણ એવા જ ઉભરતા ફેશન ડિઝાઈનર મયુર વડનાગરા કે જેઓ કલકત્તાથી રાજકોટ સ્થાયી થયા છે, જેમણે તૈયાર કરેલ વિવિધ ડ્રેસ, કુર્તી, ચોલી, સાડી વગેરે આજે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યાંછે. રાજકોટના સર્વેશ્ર્વર ચોક પાસે આવેલ અનોખી સારીઝમાં મળતી વિવિધ કલકત્તી સાડીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. જેમાં ઓનર રાજેશભાઈ વડનાગરા છે. આ ઉપરાંત તેમના જ પુત્ર મયુર વડનાગરા દ્વારા વિવિધ પ્રકારનું ડિઝાઈનર કલેકશન પણ મળી રહ્યું છે જેને યંગસ્ટર્સ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.
આ તકે તેમણે ‘અબતક’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમારે સાડીનો બિઝનેસમાં ૧૨ વર્ષ થયા છે. મારા પિતા તેમજ મોટા પપ્પા આ બિઝનેસમાં છેલ્લા ૩૫ વર્ષથી સંકળાયેલા છે. કલકત્તામાં અમે ખૂબ જ જૂના છીએ. ગુજરાતમાં આવ્યા પછી અમને વિચાર આવ્યો કે ગુજરાતમાં પણ અમે કલકત્તાની આઈટમ રાખીએ. અમે અહીં ડિઝાઈનર સાડીના વેચાણથી શરૂઆત કરી જેમાં ટેંગા સાડી, કાઠાવર્કની સાડી, જામદાની સાડી, રો-સિલ્ક સાડી વગેરે રાખી જેમાં અમને લોકોનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. મારા પિતાના કહ્યાં મુજબ હું ફેશન ડિઝાઈનીંગ પૂરું કરી મારૂ બધું જ કલેકશન અહીં રાજકોટ આવ્યો. જેમાં ડિઝાઈનર ગ્રાઉન્સ, ટયુનીકસ, ચોલી, કુર્તીનો સમાવેશ થાય છે. આ કલેકશનને માર્કેટથી અમે અલગ રાખ્યું છે કેમ કે લોકોને હવે થોડુંક અલગ અને કંઈક નવું જોઈએ છે. મારી પાસે ડિઝાઈનર લહેન્ગા, ડિઝાઈનર ક્રોપ ટોપ્સ, ડિઝાઈનર કુર્તીઝ, ડિઝાઈન મણીરીયલ્સ, હેન્ડ વર્ક કરેલ ટયુનિકસ પણ છે. ફેશન ડિઝાઈનીંગ ક્ષેત્રની વાત કરીએ તો મેં નિફટમાંથી ફેશન ડિઝાઈનીંગ કરેલું છે જે અંતર્ગત મેં સબ્યસાચી સાથે ૬ મહિનાની ઈન્ટરર્ન શીપ કરેલી છે. આ ઉપરાંત મનીષ મલ્હોત્રા સાથે ૨ મહિનાની ઈન્ટર્નશીપ કરેલ છે. તેનાથી મને ઘણી બધી વસ્તુઓ જાણવા મળી, પ્રેરણા પણ મળી. ફેશન બાબતે ગુજરાતીઓની વાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓ પાસે પૈસા છે પણ ફેશન બાબતે ગુજરાત મેટ્રો સિટી જેવા કે મુંબઈ, કોલકત્તા, દિલ્હી અને બેંગ્લોરની સરખામણીએ થોડું પાછળ છે. મને એમ લાગે છે કે ગુજરાતમાં ટ્રેન્ડ ત્યારે આવે છે જયારે મુંબઈ અને કોલકત્તા જેવા સિટીનો ટ્રેન્ડ પુરો થવામાં હોય. મારું ધ્યેય એ જ છે કે ગુજરાતને હવે ફેશન બાબતે પણ આગળ કરવું છે.
આ તકે રાજેશભાઈ કે જેઓ આ બિઝનેસ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે તેમણે જણાવ્યું હતું કે, અમે સાડીની શરૂઆત કલકત્તાથી કરી હતી. અમા‚ પોતાનું જ હેન્ડલુમ, વીવર્સ, આઉટલેટ છે. અમારી પહેલેથી ઈચ્છા હતી કે, કલકત્તાની પ્રોડકટ રાજકોટ આવે. અમે રાજકોટમાં મારા મિત્રના કહેવાથી આવ્યા અને અમને રાજકોટ પસંદ પડી ગયું અને અહીંયા પણ શોપ કરી જેમાં લોકોનો ખૂબ જ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે. કલકત્તાની સાડીની ખાસિયત વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, કલકત્તા એ સાડીઓનું માન્ચેસ્ટર છે. ભારતભરમાંથી સાડી ખરીદવા માટે લોકો કલકત્તા આવે છે. હવે આગળ અમે આ બિઝનેસને વધુ ડેવલોપ કરવા માંગીએ છીએ.