બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામી મહારાજ છેલ્લા ૮ દિવસી સત્સંગલાભ આપી રહ્યા છે જે અંતર્ગતઆજે સંપ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
મહંતસ્વામી મહારાજની પ્રાત:પૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાી યુવાનો અને વડીલો સહિત નાના બાળકો પણ સ્વામીની પ્રાત:પૂજાનો લાભ લઇ રહ્યા છે. વરિષ્ઠ સદ્દગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીએ સંપ દિને આશીર્વચન આપી ચાર વાત સમજાવતા કહ્યું કે, ‘ઘસાવું, ખમવું, મનગમતું મુકવું અને અનુકુળ થવું.’ મહંતસ્વામી મહારાજે પ્રાત:પૂજા બાદ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, ‘એક રૂચીવાળા બે ભેગા થાય તો હજારો છે. બીજાને આગળ રાખી સેવા કરવી. પોતાને ન્યૂન માનવો અને બીજાને અધિક માનવો એ એકાંતિક ભક્ત.’સાંજની સત્સંગ સભાની પારાયણમાં પ્રમુખસ્વામી મહારાજના સેવક સંત નારાયણચરણ સ્વામી ‘પ્રમુખચરિત્રામૃત’ વિષય પર પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ પ્રસંગો પર કાવાર્તાનો લાભ આપી રહ્યા છે.
સંપ દિનના સાંસ્કૃતિક કાર્યક્રમમાં, વર્તમાન સમયમાં સમજણના અભાવને લઈને ઉદ્દભવતી છૂટાછેડા અને વૃદ્ધાશ્રમ જેવી સમસ્યાઓ તેમજ સમાજની વાસ્તવિકતા રજૂ કરતો અદ્દભુત સંવાદ ‘અનોખી કોર્ટ, અનોખો ચુકાદો’ રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કોર્ટનું દ્રશ્ય ખડું કરી આ પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી. આજે મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિ સમર્પણ દિન ઉજવાશે. આજે સાયંસભા બાદ મહંતસ્વામી મહારાજના સમીપ દર્શનનો લાભ ઉપસ્તિ સૌ કોઈ ભક્તોને મળશે.