સદ્ગત મધુભાઈ ઠાકરના સ્મરણાર્થે અન્ય વિધિ વિધાનને બદલે ગાયોને ૨૨૧ કીલો લાડુ અર્પણ કરાયા

રાજકોટના જયમાતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર દ્વારા એક અનોંખુ સ્તુત્ય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કોરોના મહામારીમાં સદગત મધુભાઈ ઠાકરના સ્મરણાર્થે અન્ય કોઈ વિધિ વિધાન કરવાના બદલે ઠાકર પરિવાર દ્વારાગ ગૌમાતાઓને ૨૨૧ કિલો લાડુ તેમજ માછલીઓને ઘઉંના લોટની ગોળીઓ બનાવી અર્પણ કરવામા આવી હતી. જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર દ્વારા સમાજને એક નવી રાહ મળે તેમજ અબોલજીવોનાં આશિર્વાદ મળે એ હેતુસર આ સ્તુત્ય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દોલતસિંહ ચૌહાણ, રમણીકભાઈ પ્રજાપતી, કાંતીભાઈ પ્રજાપતી તેમજ જયકાંતભાઈ જોશી સહિતના સભ્યોનો ફાળો રહેલો છે. આ પ્રકારનાં સેવાકીય કાર્યો માટે લોકોને દોલતસિંહ ચૌહાણે અનુરોધ કર્યો છે. અને આ માટે દોલતસિંહ ચૌહાણ મો. ૮૯૮૦૫૦૧૫૦૩ રાજકૃતિ એપાર્ટમેન્ટ એફ. ૧ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.