આ વર્ષે રાખડી પર સ્લોગન લખવામાં આવ્યા છે જેમ કે બીગ બ્રો, સ્પીડી બ્રો, એન્જિનિયર બ્રો, એનઆરઆઇભાઇ અને સ્વેગ બ્રો ઇન ડિમાન્ડ
ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષા બંધને આડે હવે ગણતરી દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે શહેરની બજારોમાં રંગબેરંગી રાખડીઓની રોનક પથરાઇ ગઇ છે.
આ વરસી ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ એકાવન વર્ષથી રાખડી વેચતા જોહર કાર્ડસ વાળા યુસુફભાઇ તથા તેમના પુત્ર હસનેનભાઇએ આ વર્ષે તદ્દન નવાજ પ્રકારની રાખડી અંગે જણાવ્યું કે આ વર્ષ અમારે ત્યાં ઓકસોડાઇઝ કરેલ સંખ્યાબંધ ડીઝાઇનોમાં રાખડી આપેલ છે. તેમજ અવનવા લખાણ વાળી રાખડી આપેલ છે
તેમજ અવનવા લખાણ વાળી રાખડીઓ જેવી કે બીગ બી, બેસ્ટ્ર બ્રો, સી.એ. ભાઇ, સ્વાગ બ્રો, સ્પીડી બ્રધર, એન્જીનીયર બ્રો, ડો. ભાઇ, એન.આર.આઇ. ભાઇ, સુપર બ્રો, આઇ લવ માય બ્રધર વિગેરે લખાણ વાળી રાખડીઓ આવેલ છે.આ ઉપરાંત કસબ જરી જરદોસ્તની બુટીવાળી રાખડીઓ, અમેરીકન ડાયમંડ, એલસીડી ડાયમંડ, કુંદન નંગની, ક્રીસ્ટલ ની, કાચબાની રજવાડી, હિરાજડિત, તુલસીના પારાની, દ્રાક્ષની, સુખડ (ચંદન) ની પર્લ મોતીની જયપુરી સ્ટોનની મીનાકારીવાળી અલગ અલગ કલરના ડાયમંડી રીંગી તેમજ બોલની, નારા છડીના દોરાની, જરીવાળા બોલની દ્રાક્ષના બ્રેસ્લેટની અવનવી ટ્રેડીશનલ એન્ટીક રાખડી ઓનો ઢગલા બંધ વેરાયટીઓ જોહર કાર્ડસમાં આવેલ છે. રાખડીઓ કલાવા દોરીઓ મા બનાવેલ હોય છે. જે અલગ અલય પેન્ડલો લગાડીને સમજાવવામાં આવે છે. રાખડીઓ હિન્દુસ્તાનમાં જ અલગ અલગ ગામોના પ્રખ્યાત કારીગરો દ્વારા બનાવવામાં આવે છે જેમાં કલકતાના બંગાળી બાબુ કારીગરો તથા મુંબઇના પટવાઓ તેમજ બરોડા, અમદાવાદના કારીગરોની મહેનત રંગ લાવે છે. જે આખુ વર્ષ બનાવે છે રાખડીઓ હાથ બનાવતથી લગભગ બને છે. જોહર કાર્ડસવાળા યુસુફભાઇ તથા હસનેનભાઇએ જણાવ્યું કે અમારે ૩૦૦૦ થી પણ વધુ ડીઝાઇનની રાખડીઓ મુકવામાં આવી છે. બાળકો માટે અમોએ અલગ જ રાખડીઓ ડીસ્પ્લે કરેલ છે. સ્પીનર લાઇટીંગ રાખડી અલગ અલગ કાર્ટુન કેરેકટર ની સંખ્યાબંધ ડીઝાઇનો બાળકો માટે મુકેલ છે. લાઇટીંગ મ્યુજીકલ, બે રક્ષાબંધના ગીત વાગતી રાખડી, ત્રણ સ્વીચ વાળી રાખડી, વિગેરે અવનવી સંખ્યાબંધ રાખડી બાળકો માટે આ વર્ષ અમારા શો રુમમાં મુકી છે. આ ઉપરાંત નણંદ ભાભીને લુમ્બા રાખડી બંગડીમાં પહેરાવે છે. જોહર કાર્ડસમા લુમ્બા રાખડી બંગડીમાં પહેરાવે છે. જોહર કાર્ડસમાં લુમ્બા રાખડી સંખ્યાબંધ ડીઝાઇનોમાં આવેલ છે. ભાઇ અને ભાભી માટે લુમ્બા રાખડીનો મેચીંગ સેટ પણ અહી છે. રાખડી સાથે બહાર ગામ મોકલવા માટે કંકુ, ચોખા ચંદન સાકર સાથેના સ્પે. કાર્ડ પેકીંગ ફોલ્ડર તૈયાર કરાયું છે.જોહર કાર્ડસમાં પ્રસનલાઇઝ ફોટાવાળી રાખડી બનાવી આપવામાં આવે છે.
હાલમાં બહાર ગામ ત્થા ફોરેન મોકલવા માટે રાખડીની ધરાકી ચાલુ થઇ ગયેલ છે. તા. ર૬ ઓગષ્ટના રોજ રક્ષાબંધનો તહેવાર નો દિવસ છે. રાખડીના કાર્ડસ અંગે જોહર કાર્ડસ વાળા જોહરભાઇએ જણાવ્યું કે અમારે ત્યા આ વર્ષ કંકુ ચોખા રાખડી સાથેના કાર્ડસ આવેલ છે. રાખડી પણ લગાડેલ કાર્ડસ આવેલ છે. રાખડી કાર્ડસમાં એક એકથી ચડીયાતા લખાણ વાળા તેમજ સ્પે. રક્ષાબંધનના વિવિધ ફોટાવાળી ડીઝાઇનોના કાર્ડસ આવેલ છે. રાખડી કાર્ડસ ગુજરાતી, હિન્દ તથા અંગ્રેજી ભાષાના આવેલ છે.