માનવ કલ્યાણ મંડળનાં ચેરમેન અને સમસ્ત પાટીદાર સમાજ ના પ્રમુખ મુકેશભાઇ મેરજા ના જન્મદિવસની અનોખી ઉજવણી હેલ્થ કેમ્પ, વ્યસન-મુક્તિ યોજી અને જરૂરીયાતમંદો ને ફુડ કીટ વિતરણ કરી સમાજને નવો રાહ…

માનવ કલ્યાણ મંડળનાં ચેરમેન અને સમસ્ત પાટીદાર સમાજ ના પ્રમુખ શ્રી મુકેશભાઇ મેરજાનાં જન્મદિવશ ની ભવ્ય ઉજવણી તદ્દન અનોખી રીતે સંસ્થા અને સિવીલ હોસ્પીટલનાં સંયુક્ત ઉપક્રમે રાજકોટનાં લક્ષ્મીનગર, જીઇબી સામે, સંસ્થાનાં સેવાયુનીટમાં “હેલ્થ કેમ્પ” યોજી સમાજને નવો રાહ ચીંધતી સંસ્થા આ જન્મદિવસની અનોખી ઉજવણીમાં ભારતીય પરંપરા અનુસાર મીણબત્તી બુજાવીને નહી પરંતુ શુધ્ધ ગાયનાં ધી નાં દીપકને પ્રજ્વલીત કરી ભારતીય મીઠાઇ જલેબી થી મીઠુ મોઢુ કરી સાદગીથી ઉજવવામાં આવશે. સાથે સાથે તદ્દન નિ:શુલ્ક આયુર્વેદીક હેલ્થ કેમ્પ અને તમામ ને આયુર્વેદીક દવાઓ પણ ત્યાથી ફ્રી આપવામાં આવશે.

સાથે વ્યશન-મુક્તી અંગે શીબીર યોજશે. અને સંસ્થા દ્વારા તમામ બાળકોને નિ:શુલ્ક વિટામીન-એતેમજ વોર્મમાટે આલ્બેંડાઝોલ ની ટેબલેટ અને મહિલાઓને નિ:શુલ્ક મલ્ટી વિટામીનની કેપ્સુલ આપવામાં આવશે. આ સેવાકાર્યના સહભાગી એવા વિભાબેન મેરજા, વલ્લભભાઇ કટારીયા, મંજુલબેન, રીમલભાઇ, હેતલબેન, રીનાબેન, માલ્વ, સ્વેનમ, સ્વેના, તંન્વ, પ્રદીપ રાવલ, મનિશભાઇ વડારીયા, ગીતાબેન પટેલ, ડો. વી.એન.પટેલ, જ્યોતીબેન ટીલવા, શીતલ દેકીવાડીયા, રાજેશ્વરી શાહ, વર્ષાબેન મોરી, હંસાબેન, શારદાબેન ગોધાણી, પ્રફુલભાઇ, દીપકભાઇનિલેશભાઇ,પારુલબેન જોબનપુત્રાનાથાભાઇદીપકભાઇરૂપલબેને  આ જ્ન્મ દિવશની અનોખી ઉજવણીનાં આ સેવાકીય વીચારને વધાવી લઇ અનુકરણ માટે સહકાર આપવા સંકલ્પ કર્યો છે.

 ગુજરાતભરમાં સર્વ પ્રથમ એવા માનવ કલ્યાણ રથ” મહિલા પીંક ઓટો રીક્ષા સેવા કે જેનુ ગુજરાત રાજ્યમા સર્વ પ્રથમ મુખ્યમંત્રી સાહેબશ્રીનાં વરદ હસ્તે રાજકોટ અને અમદાવાદ ખાતે ઇનોગ્રેશન કરવામાં આવેલ તે પ્રોજેક્ટનાં પ્રણેતા સંસ્થા માનવ કલ્યાણ મંડળ-ગુજરાતનાં ચેરમેન મુકેશભાઇ મેરજા ( ૯૪૨૬૭૩૭૨૭૩ ) નો આજે જન્મદિવશ છે. જન્મદિવશ ન ઉજવીને તેની બચતથી સમાજનાં જરૂરીયાતમંદ લોકોને મદદ કરવાની ભાવનાથી સંસ્થા સાથે ૧૮૫૦ સભ્યો જોડાયેલા છે. કે જે જન્મદીવશ ઉજવતા નથી કે ફટાકડા ફોડતા નથીઅને પતંગ ઉડાવતા નથી.

આવા ખોટા ખર્ચની બચત માંથી સંસ્થા અનેકવીધ સેવાકીય કાર્યો કરે છે. જરુરીયાતમંદ બહેનો માટે સંસ્થા દ્વારા કોઇ પણ ઉમરનાં બહેનો કે જેઓને રહેવા આશરાની જરૂરીયાત હોઇ તો સંસ્થા તદ્દન નિ:શુલ્ક રહેવાજમવાતથા કપડા વિ. ની વ્યવસ્થા આપે છે. જો કોઇ મહિલાઓ રીક્ષા ચલાવી પગભર થવા માંગતી હોઇ તો તેને વિના રોકાણે નવી પીંક રીક્ષા, “માનવ કલ્યાણ રથ” મહિલા ઓટો રીક્ષા આપવામાં આવે છે.

આ સંસ્થાના સ્ભ્યો પોતાના ટાઇમ-ટીફીન-ટીકીટ સાથે લઇ આ સેવાઓ કરે છે. તેમજ મહિલાઓ માટે નિ:શુલ્ક બ્યુટી પાર્લર ક્લાસ સર્વજ્ઞાતી માટે મફત મેરેજ બ્યુરોમફત પ્લેસમેન્ટ૩૧વિધવા બહેનોને શીલાઇ કામની ટ્રેનીંગ આપીને સંસ્થા દ્વારા સિલાઇ-મસીન આપી સ્વનિર્ભર બનાવેલ છે. ફ્રી સમાધાન પંચ ચલાવવામાં આવે છે. સેવાના કાર્યો દ્વારા સર્વજ્ઞાતીનું એક મહામંચ કુટુંબ બનાવીયે કે જ્યા કોઇ દુ:ખી નથી આ સંસ્થા સમગ્ર માનવોને જોડી આવુ આદર્શ પરીવાર બનાવે ત્યારે માનવ કલ્યાણ મંડળ નો અર્થ સાર્થક થયો ગણાસે. વધુ માહિતી માટે સંસ્થાનાં ચેરમેન શ્રી મુકેશભાઇ મેરજા ૯૪૨૬૭ ૩૭૨૭૩ કે સંસ્થાનાં પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ ૯૪૨૯૧ ૬૬૭૬૬ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છેસંસ્થા નાં મહિલા આશ્રમ કે રીક્ષા પ્રોજેક્ટમાં જોડાવા માંગતા મહિલાઓ સંપર્ક કરે. માનવ કલ્યાણ મંડળ-ગુજરાત૪-ગંગા જમુના સરસ્વતી ટાવરએકતા પ્રકાશન પાસેયુનિ.રોડરાજકોટ,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.