બાળકોએ માં-બાપની આરતી ઉતારી વંદના કરી
ઓખા ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નં.૧માં ધો.૧ થી ૮માં ૫૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં અભ્યાસ સાથે બાળકોમાં ટેલેન્ટ વધે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વેલેન્ટાઈનના દિવસે પેરેન્ટસ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
વ્હોટસએપના આ જમાનામાં બાળકો માં-બાપ વડીલોના આદર કરતા થાય તથા વડીલોને સન્માન આપતા થાય તેવા હેતુથી પેરેન્ટસ ડેના દિવસ તરીકે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બાળકોએ સ્વાગત ગીત, માતા-પિતાને લગતા વિવિધ ગીત નૃત્યો, અભિનયથી સર્વે મંત્રમુગ્ધ કર્યા હતા.
તેમાંયે વિદ્યાર્થીની અનીષાએ માતા-પિતા વિશેની સ્પીચ તથા ધો.૬ના વિદ્યાર્થી હિરેન સવાણીનો ‘બાગબાન’ ફિલ્મનો ડાયલોગથી શાળાના મેદાનમાં ઉપસ્થિત સર્વેને પ્રભાવિત કર્યા હતા. ઉપરાંત શાળાના શિક્ષિકા મયુરીબેન ટંડેલની મા-બાપ વિશેની સ્પીચ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું.