- સાબરડેરી અને અમૂલ ફેડરેશનના સહયોગથી દૂધ દિવસની અનોખી ઉજવણી !!
- સાબરડેરી ખાતેથી સહકાર રથનું પ્રસ્થાન કરવાનો કાર્યક્રમ યોજાયો
- મંત્રી ભીખુસિંહ પરમાર સહીતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
સાબરકાંઠામાં સાબરડેરી ખાતેથી સહકાર રથનું પ્રસ્થાન તથા સાબર ડેરી અને અમૂલ ફેડરેશનના સહયોગથી દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર ઝોનની દૂધ મંડળીઓની ઝોનલ મીટિંગ તથા આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ૨૦૨૫ અંતર્ગત દૂધ મંડળીઓ સ્થળે જઈ સભાસદોમાં સહકાર ચેતના અને જાગૃતિ આવે તે હેતુથી સાબરડેરી ખાતેથી સહકાર રથનું પ્રસ્થાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર,સામાજીક ન્યાય અને અધિકારીતા, ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને અને સાબરકાંઠા સાંસદ શોભાના બારૈયા, હિમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમજ સાબરડેરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન શામળ પટેલ,વાઈસ ચેરમેન,નિયામક મંડળના સભ્યો ,મેનેજીંગ ડિરેક્ટર સુભાષ પટેલ, સાબરડેરીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મંડળીઓના ચેરમેન, સેક્રેટરી અને પ્રગતિશીલ મહિલા દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા.
સાબરડેરી ખાતેથી સહકાર રથનું પ્રસ્થાન તથા સાબર ડેરી અને અમૂલ ફેડરેશનના સહયોગથી દૂધ દિવસની ઉજવણી પ્રસંગે તારીખ ૨૯ જાન્યુઆરીના રોજ હિંમતનગર ઝોનની દૂધ મંડળીઓની ઝોનલ મીટિંગ તથા આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ૨૦૨૫ અંતર્ગત દૂધ મંડળીઓ સ્થળે જઈ સભાસદોમાં સહકાર ચેતના અને જાગૃતિ આવે તે હેતુ સાબરડેરી ખાતેથી સહકાર રથનું પ્રસ્થાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમમાં ભીખુસિંહ પરમાર મંત્રી (રાજ્યકક્ષા) અન્ન અને નાગરિક પુરવઠા,સામાજીક ન્યાય અને અધિકારીતા,ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને અને સાબરકાંઠા સાંસદ શોભાનાબેન બારૈયા, હિમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા ની પ્રેરક ઉપસ્થિતિમાં સાબરડેરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ,વાઈસ ચેરમેન,નિયામક મંડળના સભ્યઓ,મેનેજીંગ ડિરેક્ટર સુભાષ પટેલ,સાબરડેરીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મંડળીઓના ચેરમેન, સેક્રેટરી અને પ્રગતિશીલ મહિલા દૂધ ઉત્પાદકોની હાજરીમાં યોજાયો હતો
આ પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર અને ઉપસ્થિત મહેમાનો અને મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકોની હાજરીમાં સાબરડેરી ખાતેથી સહકાર રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મંત્રી દ્વારા ઉદબોધનમાં અમુલ મોડેલ દૂધ ઉત્પાદકો માટે સમૃદ્ધ જીવનની ખાતરી,ઉપભોક્તા ઓ માટે આરોગ્યપ્રદ પોષણનો વિશ્વાસ,માતાઓ માટે તેના બાળક માટે પોષણનો ભરોસાપાત્ર સ્ત્રોત અને રાષ્ટ્ર માટે ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભરતાની ગેરંટી સિધ્ધ થયું હોવાનું જણાવી સ્વયં દૂધ ઉત્પાદક હોવાનું ગૌરવ રૂપ જણાવ્યુ હતું વધુમાં સાંસદ શોભાનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી.ઝાલા દ્વારા વિકસિત ભારત માટે સહકારી દૂધ વ્યવસાયનો બહુ મૂલ્ય ફાળો રહ્યો છે ત્યારે સાબરડેરીના નેતૃત્વમાં દૂધ મંડળીઓ વધુ દૂધ સંપાદન કરે જેથી વહીવટીય ખર્ચ ઓછો થશે અને ખેડૂતોને વધુ વળતર આપી શકશે સાથે પાકૃતિક ખેતી તરફ જવા અનુરોધ કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમ અંતર્ગત ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા દૂધ વ્યવસાયમાં ગણતરી રાખી કરકસર પૂર્વક ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન લેવા સારી ઓલાદની ગાયો અને ભેંસો રાખવા આગ્રહ કર્યો હતો અને દૂધ ઉત્પાદન વધારવા સંઘ ૫ ગાયો માટે વ્યક્તિગત ૪ લાખના ધિરાણની યોજના ૩ ટકા વ્યાજ સહાયથી અમલમાં મૂકી છે તેનો અને સંઘ તથા સરકારની યોજનાઓનો લાભ આપવા સૂચન કર્યું હતું સાથે સાથે સંઘ દ્વારા દૂધ મંડળીઓને શ્રેષ્ઠ ગુણવત્તાનું કરિયાણું,નમકીન ઓર્ગેનિક ઉત્પાદન,ડેરી ઉત્પાદનો વેચાણ કરી આવકમાં વધારો થાય એવા આયોજન કરવા આગ્રહ કર્યો હતો સાથે સાથે સાબરડેરી દ્વારા દૂધના વ્યવસાયના વિકાસ માટે કરેલા આયોજન વિષે ઉપસ્થિત દૂધ મંડળીના પ્રતિનિધિઓને માહિતગાર કરવામાં આવ્યા હતા મેનેજિંગ ડિરેક્ટર સુભાષ પટેલે સાબરડેરીના વિકાસનો શ્રેય દૂધ ઉત્પાદકોને આપી સાબરડેરી દ્વારા રજૂ કરેલ નમકીન,કરિયાણું,બેકરી ઉત્પાદનો,મધનો ઉપયોગ કરવા આગ્રહ કરી મંડળીઓ ઉપર અમુલ પાર્લર સ્થાપવા અનુરોધ કર્યો હતો તથા ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા દૂધ વ્યવસાયના વિકાસ માટે ખુલ્લા મંચથી વિવિધ સૂચન અને પ્રતિભાવ આપવામાં આવ્યા હતા તે બાબતે મેનેજિંગ ડિરેક્ટર દ્વારા વિસ્તારથી સાબરડેરીની પ્રગતિ,નવા આયોજન બાબતે અને સભાસદોને યોજનાઓ નો લાભ આપવા આગ્રહ કર્યો હતો
કાર્યક્રમ અંતર્ગત સંઘના અધિકારીઓએ સંઘ તથા સરકારની યોજનાઓ,સાબરડેરીના દૂધ ઉત્પાદકોલક્ષી આયોજન,નવીન ઉત્પાદન,આધુનિક અને વૈજ્ઞાનિક પશુપાલન હેતુ પશુ પોષણ,પશુ સંવર્ધન અને પશુ આરોગ્ય બાબતે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ સાબરડેરીના પૂર્વ વાઈસ ચેરમેન જયંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી
અહેવાલ: સંજય દિક્ષિત