જરૂરીયાતમંદોને વિનામુલ્યે તપાસ, સારવાર તેમજ ઓપરેશન કરી અપાશે
આજે ડોકટર્સ દિવસ છે ત્યારે હરહંમેશ તબીબી વ્યવસાય સાથે સેવાના ભેખધારી અને હરહંમેશ લોકોની સેવા માટે તબીબી સેવા કરતા કાલાવડના ખ્યાતનામ આંખના સર્જન ડો.અનુરથ સાવલીયાએ આજથી એક સેવાકિય ભાવના સાથે અનોખી પહેલ કરી છે.
ડો.અનુરથ સાવલીયાની રાજકોટ તેમજ કાલાવડ ખાતે કાર્યરત સાવલીયા આંખની હોસ્પિટલ ખાતે વિનામુલ્યે તપાસ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને ખુબ જ રાહતદરે સારવાર અને ઓપરેશન કરી આપવામાં આવશે. આ તકનો લાભ લાભાર્થીઓને મોબાઈલ દ્વારા એક સામાન્ય ફોર્મ ભરીને મેળવી શકે છે. જેની લીંકhttps://forms. jlelymwksz kvm3bfppcp7 જે ફોર્મ ભર્યા પછી સાવલીયા આંખની હોસ્પિટલ કાલાવડ તરફથી તમારા દ્વારા આપવામાં આવેલ નંબર પર સંપર્ક કરી આંખની તપાસ માટે બોલાવવામાં આવશે તથા વિનામુલ્યે તપાસ ઉપરાંત ઓપરેશન માટેની વિસ્તૃત માહિતી અને સમય આપવામાં આવશે. જેની લાભાર્થીઓએ અચુક નોંધ લેવી. ખુબ જ રાહતદરે આંખનાં ઓપરેશન કરાવવાની અનમોલ તક લેવા સૌ કોઈના પરિવારજનો, સગા-સંબંધી, મિત્રો તથા જરૂરીયાતમંદ ગરીબ પરીવારો સુધી આ માહિતી પહોંચાડી આ સેવાયજ્ઞનો લાભ લેવા સાવલીયા હોસ્પિટલકાલાવડ-રાજકોટ તરફથી અનુરોધ કરાયો છે.