મુખ્ય માર્ગો પર યુવાનો બેનરો લઇ ઉભા રહે છે
સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવી રહેલ કોરોના બીમારીને નાબૂદ કરવી હશે તો પ્રત્યેક નાગરિકે જાગૃત થવું પડશે.પોતાની જાતને પોતે જ સુરક્ષીત કરવી પડશે. આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ, અને કોરોના વોરિયર્સ આ બીમારીને નાથવા માટે પ્રયત્નો કરી રહેલ છે.આ પ્રયત્નમાં ભારતના દરેક નગરજનોએ જાગૃત થવું પડશે.પોતાની સંભાળ જાતે જ રાખવી પડશે. આ જાગૃતિ લોકોમાં આવે તેવા હેતુથી ગોંડલ ખાતે ગોંડલ વન યુવક મંડળ અને કલ્યાણ ચેરિટી ગ્રૂપના યુવાનો જાગૃતિનું કાર્ય કરી રહ્યા છીએ. એક સપ્તાહ સુધી દરરોજ શહેરના મુખ્ય જાહેર સ્થળોએ જાગૃતિના બેનર લઈ ઊભા રહેશે અને લોકોને જાગૃત કરશે.આ પ્રયાસ પ્રકૃતિ પ્રેમી હિતેશભાઈ દવે અને તેમની ટીમના યુવા ભાઈ બહેનો કરી રહ્યા છે.