UCMAS ઓનલાઇન ચેલેન્જ પરિક્ષામાં મે દુનિયાના કુલ 33 દેશોમાં અલગ-અલગ સમય ઝોનની સંભાળ રાખીને અલગ-અલગ ત્રણ સ્પર્ધાઓમાં કુલ 17,000થી પણ વધુ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ભારતમાં વહેલી સવારના 5.30 કલાકે સામાન્ય દિવસની જેમ જ પરિક્ષાઓ આપી હતી.જેમાં વિઝ્યુયલ સ્પર્ધામાં-7,800થી વધુ યુસીમાસ ઓનલાઇન ચેલેન્જ-2021માં 33 દેશોમાંથી ભાગ લીધો હતો.
જ્યારે 31 દેશોમાંથી મેરેથોન સ્પર્ધામાં 4800 ઉપરાંત વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી તેમજ 32 દેશોમાંથી ફ્લેશ સ્પર્ધામાં 4700થી વધારે બાળકો આ પરીક્ષા આપી ભાગ લીધો હતો.
ભારત વિશ્ર્વ સ્તરે મહત્તમ ટ્રોફી વિજેતા સાથેના દેશ બન્યો છે. જેમાં 4 ગ્રાન્ડ ચેમ્પિયન્સ અને 14 ચેમ્પિયનસ સાથે UCMAS ઇન્ડિયા સૌથી વધારે વિજેતાઓ સાથે ટોચ ઉપર આવ્યું છે અને રાજકોટ ભગવતી એકેડમીના ઉમેશ કાનપરાના 12 સ્ટુન્ડન્ટ પાર્ટીસીપેટ થયા હતા તેમાંથી ટાંકે આઠ મિનિટમાં બસો દાખલા ગણીને ફસ્ટ રેંક મેળવ્યો અને બાકીના 11 સ્ટુડન્ટ થર્ડ નંબર ઉપર મેળવ્યા છે.
આ તકે UCMAS ઇન્ડિયાના સી.ઇ.ઓ. ડો.સ્નેહલ કારીઆએ જણાવ્યું હતું કે “આ શ્રેય હજારો વિદ્યાર્થીઓને જાય છે” અને પ્રોગ્રામ મોડેરેટરસ, કોર્ષ ઇન્સ્ટ્રક્શન, મહેનતુ ફ્રેચાઇઝી અને વાલીઓના કારણ કે વિશ્ર્વમાં કોરોનાની મહામારી અને લોકડાઉન દરમ્યાન થોડા મહિનામાં ખૂબ મહેનત સાથેની અમર્યાદિત પ્રેક્ટીશ કરી પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો છે તેમ રાજકોટની “ભગવતી એકેડમી” ઉમેશ કાનપરાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.