ગુજરાત રાજ્યની સરહદને અડીને ત્રણ સંઘ પ્રદેશો આવેલા છે. આ સંઘ પ્રદેશમાં દીવ-દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. દીવ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું છે, જ્યારે દમણ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલું છે જ્યારે દાદરા અને નગરહવેલી વાપી નજીક આવેલું છે. વહીવટી સરળતા અને પ્રસાશનીય સુવિધા માટે આગામી સમયમાં ગુજરાતને અડીને આવેલા તમામ સંઘપ્રદેશોને એક કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ આગામી સમયમાં ગુજરાતને અડીને આવેલા તમામ સંઘ પ્રદેશો એક થઈ શકે છે. આ દિશામાં આયોજન શરૂ થયું હોવાના અહેવાલ છે, જેના ભાગરૂપે દીવ-દમણના પ્રસાશનક પ્રફુલ પટેલે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. હાલમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલી અલગ પ્રદેશ છે અને બંનેને જુદા જુદા ભંડોળ આવે છે.
આ બંને સંઘ પ્રદેશના વહીવટકર્તા રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી પ્રફુલ પટેલ છે. ત્યારે તેમણે રક્ષા મંત્રી સાથે મુલાકાત કરી હતી. આ સંઘ પ્રદેશોને એક કરવામાં આવે તો આ મોટો નિર્ણય થઈ શકે. આ બંને સંઘ પ્રદેશો પોર્ટૂગીઝ સાશન હતું. આ સંઘ પ્રદેશોની આઝાદી બાદથી દેશના ગૃહ મંત્રાલય દ્વારા સંઘ પ્રદેશોનું સાશન ચાલે છે. આ નિર્ણય લેવા ત્યારબાદ બંને સંઘ પ્રદેશોમાં કાયદાકીય ગુંચ છે. બંનેના કાયદા, ભૌગોલિક સ્થિતી અને વસતિ પણ અલગ છે.
દમણ-દીવણમાં બિન અનામત વર્ગ વસે છે જ્યારે દાદરા-નગર હવેલીમાં 40 ટકા આદિવાસી વસતિ છે. જો તમામ પ્રદેશોને એક કરવામાં આવે તો સરકારી નોકરીમાં પણ વધારે લોકોને સરકારી નોકરીનો લાભ મળી શકે છે.