- મારા જન સંપર્ક કાર્યાલયે કાયમી સેવા સેતુ જેવા કાર્યક્રમો થાય છે
- કોર્પોરેશન દ્વારા ઈસ્ટ ઝોનમાં યોજાયો દશમા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે દસમાં તબક્કાનો સેવા સેતુ કેમ્પ યોજાયો જેનું દિપ પ્રાગટ્ય ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ હસ્તે કરાયું હતુ.આ સેવા સેતુ કેમ્પ માં નાગરિકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે, તે હેતુથી સેવા સેતુ કેમ્પમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવનાર છે.
આ પ્રસંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દસમા તબક્કાનો સેવા સેતુ યોજાયો છે. સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવે છે કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીને મળે, કોઈપણ જરૂરિયાતમંદ માણસ લાભથી વંચિત ન રહી જાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. આપ સૌ આ સેવાસેતુનો લાભ મેળવો અને આસપાસના લોકોને પણ લાભ અપાવો, આપણે સૌ સાથે મળીને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવીએ. એક જ ટેબલ ઉપર નિર્દેશ કરેલી યોજનાનો લાભ મેળવો તેવો અનુરોધ કરું છું.
આ પ્રસંગે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ જણાવ્યું હતું કે, સેવા સેતુ સમગ્ર દેશમાં ગુજરાત સરકારે સૌ પ્રથમ શરૂ કરેલ. સેવા સેતુનો આશય રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ છે આ યોજનાઓથી કોઈ અજાણ ન રહી જાય અને સેવાનો લાભ લેવાથી કોઈ માણસ વંચિત ન રહી જાય તે માટેનો આ કાર્યક્રમ છે. મારા કાર્યાલયે દરરોજ સેવા સેતુ જેવો કાર્યક્રમ હોય છે. આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ એક આશીર્વાદરૂપ સાબિત થાય છે. આરોગ્ય લક્ષી બીમારી વખતે આ કાર્ડ બહુ ઉપયોગી થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર દેશના નાનામાં નાના માણસની ચિંતા કરે છે અને તેને લગત અનેક યોજનાઓ બનાવવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના રૂમાલ વડે કોર્પોરેટર કંચનબેન સિધ્ધપુરા અને મંજુબેન કુગશીયા દ્વારા સ્વાગત કરવામાં આવેલ તેમજ આભાર વિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્વરૂપે મંચ પરથી લાભ આપવામાં આવેલ. ડાયસ કાર્યક્રમના અંતે ઉપસ્થિત લાભાર્થીઓ માટે વિવિધ સેવાનો લાભ લેવા સેવા સેતુ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ “સેવા સેતુ” કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રોશની સમિતિના ચેરમેન કાળુભાઇ કુગશીયા, કોર્પોરેટરો પરેશભાઈ આર. પીપળીયા, કંચનબેન સિધ્ધપુરા, મંજુબેન કુગશીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ કોર્પોરેટર રસિકભાઈ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને હર્ષદ પટેલ, સીટી એન્જિનિયર પી.ડી.અઢિયા, ભાવેશ જીવાણી, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, આસી. કમિશનર સમીર ધડુક, બી. એલ. કાથરોટીયા, સેક્રેટરી એચ.પી. રૂપારેલીયા, પી.એસ.ટુ મેયર વિપુલ ઘોણીયા, વોર્ડ નં.3, 4, 5, 6, 7, 15, 16, 17, 18ના વોર્ડ એન્જિનિયર તથા વોર્ડ ઓફિસર, મેનેજર નીલેશ કાનાણી, ઇસ્ટ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી મહિપાલસિંહ જાડેજા, નાયબ પર્યાવરણ ઈજનેર વિરલ ચાવડા, ઉપસ્થિત રહ્યા હતા.