ભારતના કોરોના સંક્રમણનો આંકડા ૫૬ લાખના આંકને વટાવી ચુકયો છે. એક દિવસમાં ૮૩૩૪૭ નવા કેસ નોંધાયા હતા. જયારે ૪૫ લાખ જેટલા લોકો આ મહામારીમાંથી સાજા થવા પામ્યા છે.
કોરોના મહામારીએ કર્ણાટકના અધાડીમાં આવેલ બેલાગાવી સસંદીય મત વિસ્તારમાંથી ચોથી વાર ચુંટાયેલા સુરેશ અધાડીનું દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં બુધવારે મૃત્યુ નિપજયું હતું. અગાઉ ત્રણ સાંસદોઆ મહામારીના ભોગ બની ચુકયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું પણ ૩૧ ઓગષ્ટે મૃત્યુ નિપજયું હતું. તેમને પણ કોરોના હતું.
૬૫ વર્ષના ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી એમ્સના ટ્રોમા વોર્ડમાં મૃત્યુ પામ્યા હતા. ત્યાં તેમની સાથે પત્ની અને બે બાળકો હતા. રાજયકક્ષાના રેલવે મંત્રી સુરેશ અધાડી, ર૦૦૪ થી તેમના મત વિસ્તારમાં ચુંટાઇ આવતા હતા. આર.એસ.એસ. સાથે બાળપણથી જોડાયેલા અધાડીનું જન્મ ૧ જુન ૧૯૫૫ માં લિંગાયત પરિવારમાં થયો હતો તે ગ્રેજયુએટ થયા હતા.
સુરેશ અધાડીના અચાનક મૃત્યુને તેમના સ્વજનો અને મિત્ર વર્તુળમાં અને રાજકિય ક્ષેત્રે શોકનું વાતાવરણ છવાયું છે.