ભારતીય જનતા પાર્ટીનાના ચૂંટણી પ્રચાર પ્રસાર ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી મોહનભાઈ કુંડારીયા ના સમર્થન માં કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાની બુધવાર તા.૧૭ ને સાંજે ૮:૧૫ કલાકે પાણીના ઘોડા પાસે, પેડક રોડ રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે.
યુ.પીના અમેઠીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની ગુજરાત સાથે આત્મીય સંબંધ ધરાવે છે તેથી અત્યંત વ્યસ્તતાઓ ની વચ્ચે પણ પક્ષ ના ચૂંટણી પ્રચાર માટે રાજકોટ આવી રહ્યા છે રાજકોટની પ્રજાને ગુજરાતના સપૂત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરીથી બહુમતી સાથે વડાપ્રધાન બનાવવા તેમજ રાજકોટના ઉમેદવાર શ્રી મોહનભાઈ કુંડારિયાને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરશે