કેવડીયા ગામે ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીકટ નર્મદાનાં ૨૦૧૮-૨૦૨૨ એકશન પ્લાન અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા
કેન્દ્રીય ટેક્ષટાઈલ અને માહિતી પ્રસારણ વિભાગના મંત્રી સ્મૃતિબેન ઈરાનીએ નર્મદા જિલ્લાની એક દિવસીય મુલાકાતના પ્રારંભે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ તેમજ નર્મદા ડેમ સાઈટ ખાતે નએથ ફ્રેમની મુલાકાત લીધક્ષ હતી. આ મુલાકાતમાં જિલ્લા કલેકટર આર.એસ. નિનામા, નિગમના અધિક્ષક ઈજનેર આર.જી. કાનુનગો સહિતના અધિકારીઓ સાથે જોડાયા હતા.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઈરાની સવારે કેવડીયા વીવીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે આવી પહોચતા જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ મંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. નર્મદા નિગમ તરફથી અધિક્ષક ઈજનેર આર.જી. કાનુનગોએ પણ મંત્રીનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઈરાની નર્મદા ડેમ સાઈટ ખાતે સાધુ ટેકરી પાસે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વમાં સૌથી ઉંચી ૧૮૨ મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની થઈ રહેલી ઝડપી કામગીરીનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતુ. અને આ પ્રોજેકટ સાથે જોડાયેલી અન્ય આનુસંગીક કામગીરી પ્રવૃત્તિઓ સંદર્ભે પણ તેમણે ઝીણવટભરી જાણકારી મેળવી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટના આ પ્રોજેકટની ઝડપી પ્રગતિથી મંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા.
સ્મૃતિબેન ઈરાનીએ જિલ્લાનાં અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીકટ નર્મદાના ૨૦૧૮-૨૨ના એકશન પ્લાન અંગે ચર્ચા વિચારણા કરીને તેની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
નર્મદા જિલ્લાનાં પ્રભારી સચિવ અને રાજયનાં ઉદ્યોગ, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના સચિવ એસ.જે.હૈદર, સામાન્ય વહીવટ વિભાગના સચિવ સંજીવકુમાર, રાજય આંકડા બ્યુરોના નિયામક, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જી.આર.ધાકરે, નાયબ પોલીસ અધિક્ષક ત્યાગી, નર્મદા નિગમના અધિક્ષક ઈજનેર આર.જી. કાનુનગો સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમા યોજાયેલી ઉકત બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીએ કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં નિયત કરાયેલી પેરામીટર મુજબ જિલ્લામાં નિર્ધારીતપરિવર્તન સાથે સર્વાંગી વિકાસ થાય તે માટેનીતિ આયોગના દિશા નિર્દેશ મુજબ એકશન પ્લાનના સમયબધ્ધ અમલ સાથે જિલ્લામાં જે તે ક્ષેત્રની કામગીરી વધુ અસરકારક અને પરિણામલક્ષી બની રહે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા નર્મદા જિલ્લામાં આરોગ્યના ૧૩, શિક્ષણના ૮, કૃષિ સિંચાઈ પશુપાલનના ૧૦, ફાઈનાન્સીયલ ઈન્કલુઝન અને સ્કુલ ડેવલપમેન્ટના ૧૧ તેમજ માળખાકીય સુવિધાના ૭ સહિત કુલ ૪૯ જેટલા ઈન્ડીકેટર મુજબ જિલ્લામાં હાલ ઉપલબ્ધ સુવિધાઓ અને ખૂટતી કડીઓની દિશામાં જરૂરી સેવાઓ સુવિધાઓની ઉપલબ્ધી માટે કેન્દ્રીય નીતિ આયોગના દિશા નિર્દેશો મુજબ ટીમ નર્મદા ને ટ્રાન્સફોર્મેશન ઓફ અસ્પાયરેશનલ ડીસ્ટ્રીકટના એકશન પ્લાનનાં અમલમાં નહે‚ યુવા કેન્દ્રના માધ્યમથી યુથ કલબના યુવાઓની મહત્તમ સામેલગીરી થકી ઉકત દિશામાં ઝુંબેશનાં રૂપમાં અભિયાન હાથ ધરવાની કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઈરાનીએ હિમાયત કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,