કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ જેલ રોડ વિસ્તારમાં મતદારોને ઘેર-ઘેર સંપર્ક કર્યો
મોરબી
કેન્દ્રિય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમભાઈ રૂપાલા મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને બુ વિસ્તારક તરીકે અહીં ના જેલ રોડ પર કામગીરી કરી ડોર ટુ ડોર મતદાર સંપર્ક કર્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત પરસોત્તમ રૂપાલા મોરબી જેલ રોડ પર શિવાજીની પ્રતિમાને હારતોરા કરી પોતાનો બુ વિસ્તારક તરીકે પ્રવાસ શરુ કર્યો હતો. મોરબી ખાતે કેન્દ્રીય મંત્રી રૂપાલા વિસ્તારક તરીકે જેઈલ રોડ વિસ્તારમાં બુના મતદારોનો સંપર્ક, બૂ સમિતિની મિટિંગ તેમજ ડોર ટુ ડોર લોકસંપર્ક શરુ કર્યો હતો. આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ,શહેર ભાજપ ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.