વિજયાલક્ષ્મી, દીવ:
સામાજિક ન્યાય અને અધીકારીતા મંત્રાલયના રાજ્યમંત્રી રામદાસ આઠવલે સંઘપ્રદેશ દીવની મુલાકાત લીધી હતી. પ્રથમ દીવ ઍરપોર્ટ પર પહોંચતા ભવ્ય આગતા-સ્વાગતા કરવામાં આવી હતી. સ્વાગત પછી દીવ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. આ તકે દીવ કલેકટર સલોની રાય, દિવ એસપી અનુજ કુમાર, ડીવાયએસપી મનસ્વી જેન અને દીવ જિલ્લા પંચાયત અધીકારી વૈભવ રિખારી અને અન્ય અધીકારીયો ઉપસ્થિત રહ્યા હતા.
સામાજિક ન્યાય અને અધીકારીતા મંત્રી રામદાસ આઠવલેએ કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓ વિશે યોજી હતી ત્યારબાદ પત્રકારો સાથે પ્રેસવાર્તા કરવામાં આવી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓ જેવી કે આવાસ યોજના, ઉજ્વ્વલા યોજના, મુદ્રા લોન, વિડો પેન્સન અંગે માહિતી આપી હતી. આ સાથે એ પણ જણાવ્યુ હતું કે આંતર જાતીય લગ્નને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. આ થકી દેશમાં ભાઈચારો વધારવા અને નાત-જાતના વિવાદોનો અંત લાવવામાં મોટી મદદ મળશે.
આંતર જાતિય લગ્ન કરનારાઓને કેદ્ર સરકાર દ્વારા સહાયતા રાશિ આપવામાં આવી રહી છે. જેના માટે સરકાર એક સ્કીમ લયાવી છે જેમાં દલિત આંતર જાતીય લગ્ન કરે તો કેન્દ્ર સરકાર 2 લાખ ને 50000 રૂપિયાની સહાયતા રાશિ આપશે. આ આર્થિક સહાયતા ડોકટર આંબેડકર સ્કીમ ફોર શોસલ ઈન્ટિગ્રેશન થ્રુ ઇન્ટરકાસ્ટ મેરેજ હેઠળ આપવામાં આવશે. જણાવી દઈએ કે આ સ્કીમ વર્ષ 2013માં કોંગ્રેસ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી.
મંત્રી રામદાસ આઠવલેએ વધુમાં જણાવતા કહ્યું કે દીવના વિકાસ અને સૌંદર્યકરણ માટે કેન્દ્ર સરકારે દીવને રૂપિયા 200 કરોડનું બજેટ ફાળવ્યુ છે. પ્રેસ વાર્તા બાદ જનપ્રતિનિધીઓ દ્વારા પણ એમનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યુ અને દીવ રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ વિનોદ જેઠવાના માતાજીની શ્રદ્ધાંજલી સભામાં હાજરી આપી હતી. ત્યારબાદ દીવ બીજેપી કાઉન્સિલર હેમલતાના પતિ દિનેશભાઈ સોલંકીની શ્રદ્ધાંજલી સભામાં પણ હાજરી આપી હતી.