- સોમનાથ-વેરાવળ તથા જુનાગઢની લેશે મુલાકાત
- જિલ્લા પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક તથા સમીક્ષાનુ આયોજન
કેન્દ્રના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ટેકસટાઇલ, ક્ધઝયુમર અફેર્સ અને જાહેર વિતરણ વ્યવસ્થા અંગેના મંત્રી પિયુષ ગોયલ આવતીકાલથી બે દિવસના સૌરાષ્ટ્ર્રના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન તેઓ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાત લેશે. તેમની વિશેષ ઉપસ્થિતિમાં ભરચક કાર્યક્રમો યોજાયા છે. આ મુલાકાત દરમિયાન તેઓ પવિત્ર ગીરનાર પર્વત ઉપર મા અંબાજી મંદિર ની પણ મુલાકાત લેવાના છે અને પ્રવાસ કાર્યક્રમ ના પ્રારંભે તેઓ દ્વાદશ જ્યોતિર્લિંગ પવિત્ર સોમનાથ મહાદેવના દર્શન કરશે આશીર્વાદ પ્રાપ્ત કરશે.
તેઓ સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો સાથે મુલાકાત અને સંવાદ કરશે. આ બેઠક બાદ તેઓ ભગવાન કૃષ્ણએ જયાં દેહોત્સવ કર્યેા હતો તે ભાલકા તીર્થની મુલાકાતે જશે અને ત્યાં મહિલા મોરચાની બહેનો અને આગેવાનો- નેતાઓ-અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠકમાં હાજરી આપશે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બપોરે 3થી 4 દરમિયાન જિલ્લાના પદાધિકારીઓ અને તાલુકાના પ્રમુખ અને મહામંત્રી સાથે બેઠક યોજશે અને ત્યારબાદ પ્રદેશ મોરચાના પદાધિકારીઓ અને જિલ્લા સેલના સંયોજકો સાથે બેઠક યોજશે. તેઓ વેરાવળ જીઆઇડીસી ખાતે વેપારીઓ તેમજ મત્સ્ય ના નિકાસકારો સાથે બેઠક કરવાના છે. તેઓ કેટલાંક ફિશરીઝ ઉધોગની પણ મુલાકાત લેશે. સાંજે 730થી 830 દરમિયાન ભાલકા પાસે વૃંદાવન સોસાયટીમાં યોજાયેલા સરકારી યોજનાના લાભાર્થીઓના સંમેલનમાં પણ હાજરી આપશે.
રાજુભાઇ ધ્રુવના જણાવ્યા અનુસાર તા.3ને શનિવારે તેઓ જૂનાગઢ જવા રવાના થશે અને સ્થાનિક હોટેલ ખાતે સવારે 900 વાગ્યે એક પત્રકાર પરિષદને સંબોધન કરશે. આ પછી તેઓ ભવનાથ તળેટીમાં જઇ રોપવે મારફત અંબાજી ટુંક ઉપર જશે અને ત્યાં માં અંબાજી ના દર્શન કરશે.
તેઓ ભાજપ કાર્યાલયમાં જિલ્લાના આઇટી અને સોશિયલ મીડિયાના કાર્યકરો સાથે બેઠક યોજશે. આ બેઠક બાદ પોલીસ ટ્રેનિંગ સ્કુલ ખાતે આવેલા હેલીપેડ પર જશે અને ત્યાંથી રાજકોટ આવવા રવાના થશે.
રાજુભાઇ ધ્રુવના જણાવ્યા અનુસાર કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલના આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રભારી મંત્રી અરવિંદ રૈયાણી, બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તથા આ પ્રવાસ કાર્યક્રમના પ્રભારી ઉદયભાઈ કાનગડ, સંયોજક તથા પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર સહ સંયોજક હિમંતભાઈ પડસાલાની વિશેષ જવાબદારી સાથે જૂનાગઢ લોકસભા સંસદસભ્ય રાજેશભાઇ ચુડાસમા,ભાજપના જૂનાગઢ શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટભાઇ પટેલ, ગીર-સોમનાથ જિલ્લા પ્રમુખ માનસિંગભાઇ પરમાર વગેરે સાથે રહેશે.